Last Updated on March 14, 2021 by
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકીય પક્ષોમાં ઉથલ-પાથલ ચાલુ છે. તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે ત્યારે હવે ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહા શનિવારે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. આ સાથે તેમણે ભાજપ પર લોકતાંત્રિક સંસ્થાઓને નબળી કરવાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપ પર લોકતાંત્રિક સંસ્થાઓને નબળી કરવાનો આક્ષેપ કર્યો
ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ શનિવારે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા પછી દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ જંગી બહુમતી સાથે પાછી ફરશે. યશવંત સિંહાએ કંદહારકાંડ અંગે આશ્ચર્યજનક ખૂલાસો કરતાં કહ્યું હતું કે, આતંકવાદીઓએ વિમાનનું અપહરણ કરી લીધું હતું ત્યારે બંધકોના બદલામાં મમતા બેનરજી પોતે બંધક બનવા તૈયાર થઈ ગયા હતા. તેમણે ઉમેર્યું કે, વિમાનના અપહરણ પછી કેબિનેટમાં ચર્ચા થઈ રહી હતી ત્યારે મમતા બેનરજીએ પોતે કહ્યું હતું કે, તેમને બંધક બનાવીને આતંકવાદીઓ પાસે મોકલી દેવામાં આવે, પરંતુ શરત એટલી રહેશે કે વિમાનના બધા જ પ્રવાસીઓને છોડી દેવામાં આવે. દેશ માટે તેમને જે પણ કુર્બાની આપવી પડે તેના માટે તે તૈયાર છે.
વિમાનના બધા જ પ્રવાસીઓને છોડી દેવામાં આવે
યશવંત સિંહાએ કહ્યું હતું કે, બંગાળની ચૂંટણીના પરીણામોની રાષ્ટ્રીય સ્તરે અસર થશે. આ ચૂંટણી સમગ્ર દેશને એક સંદેશ હશે. આ ચૂંટણી ભાજપ દ્વારા શરૂ કરાયેલ અશ્વમેઘ યજ્ઞા છે, જેને બંગાળમાં રોકવો પડશે. મમતા બેનરજી પરના હુમલાને તેમણે સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું.
મમતા બેનરજી પરના હુમલાને તેમણે સુનિયોજિત કાવતરું ગણાવ્યું
યશવંત સિંહા દિવંગત વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની કેબિનેટમાં અનેક મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે, પરંતુ ભગવા પક્ષના નેતૃત્વ સાથે મતભેદોના પગલે ૨૦૧૮માં તેમણે ભાજપ છોડી દીધો હતો. જોકે, તેમના પુત્ર જયંત સિંહા ઝારખંડના હજારીબાગમાંથી ભાજપના લોકસભામાં સભ્ય છે. જયંત સિંહા મોદી સરકારમાં રાજ્યકક્ષાના ભૂતપૂર્વ નાણામંત્રી હતા અને હાલ તેઓ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31