Last Updated on March 2, 2021 by
ગાંધીનગર શહેર અને જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અહીં પ્રજા કોંગ્રેસના ચિન્હ ઉપર ઉમેદવારને ચૂંટી લાવે છે અને સત્તા પણ કોંગ્રેસને અપાવે છે. પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામમાં ભાજપ કોંગ્રેસ પર ભારે પડી રહી છે. ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતમાં ભાજપે મેદાન મારતા કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાખ્યા છે. જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકમાંથી ભાજપને ફાળે 19 બેઠક જ્યારે કોંગ્રેસ માત્ર એક જ આંકડામાં સમેટાઈ જતા 6 બેઠક જ મળી છે.
ભાજપે ઐતિહાસિક વિજય સાથે પોતાના નામે કરી
સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. જે બેઠકો પર પોતાનો દબદબો હતો તેવી બેઠકો પણ ભાજપે ઐતિહાસિક વિજય સાથે પોતાના નામે કરી લીધી છે. ગાંધીનગરમાં કોંગ્રેસનો રકાસ થયો છે. તો ભાજપે દબદબાભેર સત્તા હાંસલ કરી છે. ગાંધીનગરમાં ઐતિહાસિક જીત મેળવતા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ સુર્યસિંહ ડાભીની હાર થઈ છે. કોંગ્રેસના પ્રમુખ સુર્યસિંહ ડાભીની કડજોદરા બેઠક પર હાર થઈ છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકમાંથી ભાજપને ફાળે 6 જ્યારે કોંગ્રેસે 3 બેઠક કબજે કરી છે. તો તાલુકા પંચાયતમાં દેહગામમાં કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. દેહગામની 28 બેઠકમાંથી અત્યાર સુધીમાં કોગ્રેસ 8 બેઠક કબજે કરી છે જ્યારે ભાજપે 6 બેઠક જીતી છે. તો કલોક તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કુલ 442 મતદારોએ રવિવારે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતનું કુલ 70.1 ટકા મતદાન જ્યારે તાલુકા પંચાયતની ચુંટણીમાં કલોલમાં 72.27 ટકા, માણસામાં 68.91 ટકા અને દહેગામમાં 71.79 ટકા મતદાન થયું છે.
જિલ્લા પંચાયતનું કુલ મતદાન 70.1 ટકા
નગરપાલિકામાં કલોલમાં 59.3 ટકા, દહેગામમાં 69.1 ટકા અને માણસામાં 51.11 ટકા મતદાન થયું છે. પંચાયત અને પાલિકાની સ્થાનિક સ્વરાજની ચુંટણીનું રવિવારે યોજાયેલા મતદાનમાં સવારે નિરસતા જોવા મળતી હતી. પરંતુ સવારે 11 કલાક બાદ મતદારોમાં ઉત્સાહ જોવા મળતા જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ગ્રામ્યજનો મતદાન કરીને લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો. જોકે નગરપાલિકાની ચુંટણીમાં મતદારોમાં નિરસતા જોવા મળતી હતી. જિલ્લા પંચાયતની કુલ 28 સીટોના 69 ઉમેદવારોના ભાવિનો ફેંસલો જિલ્લાના 714941 મતદારોના મત ઉપર નિર્ભર હતું. જેમાં રવિવારે જિલ્લા પંચાયતનું કુલ મતદાન 70.1 ટકા થયું હતું.2015નું રિઝલ્ટ
2015ની ગાંધીનગરની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 72 બેઠકોમાંથી ભાજપને 43 અને કોંગ્રેસને 29 બેઠકો મળી હતી. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 30 બેઠકોમાંથી ભાજપને 04 અને કોંગ્રેસને 25 બેઠકો મળી હતી.
ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો, ગાંધીનગર જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૨૫ બેઠકો ઉપર મતદારોએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડયા હતા. જ્યારે ભાજપ ફક્ત પાંચ બેઠકો જીતવામાં સફળ રહી હતી. જો કે, ત્યાર બાદ પેટા ચૂંટણીમાં ભાજપે પાનસરની બેઠક જીતી હતી એટલે છેલ્લી સ્થિતિએ ૩૦ બેઠકોમાંથી કોંગ્રેસ પાસે ૨૪ જ્યારે ભાજપ પાસે છ બેઠકો રહી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31