GSTV
Gujarat Government Advertisement

ઈતિહાસ રચાયો/ સૌરાષ્ટ્રની આ તાલુકા પંચાયતમાં પ્રથમવાર કેસરિયો લહેરાયો, કોંગ્રેસની થઈ એવી ભૂંડી હાર કે રીતસરનો બદલો લીધો

Last Updated on March 2, 2021 by

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનાં પરિણામો કોંગ્રેસ માટે આંખો ખોલનારા છે, રાજ્યનાં લગભગ તમામ ભાગોમાં BJPએ ભગવો લહેરાવ્યો છે, તે જ પ્રકારે મોરબી જીલ્લામાં BJP એ કોંગેસનો રીતસર રકાસ જ કર્યો છે, મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠક પર BJPનાં ઉમેદવારો જીત્યા છે, તો તો વાંકાનેર નગરપાલિકામાં પણ 28 સીટોમાંથી 24માં BJP અને 04 સીટો પર BSPએ જીત મેળવી છે.

માળીયા મીયાણા, નગરપાલિકા કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે મોરબી જીલ્લા પંચાયત અને મોરબી, હળવદ, માળીયા મીયાણા,વાંકાનેર, ટંકારા તાલુકા પંચાયત પણ BJPએ બહુમતી મેળવી કબ્જે કરી છે. જેમાં વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી પછી પ્રથમ વખત BJPનું શાસન આવ્યું છે. મોરબી જીલ્લાની પ્રજાએ ભગવો લહેરાવી અને 2015નો જાણે રીતસર બદલો લીધો છે અને કોંગ્રેસને વિરોધપક્ષમાં ઉભા રહેવાની પણ તક આપી નથી.

મોરબી કોંગ્રેસ સાથે છેડો ફાડી BJPમાં જોડાયેલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડી BJPમાં જોડાયેલા પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરાને વોર્ડ 10 માંથી BJP દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. જેમાં BJPનો વિજય થયો છે. તો મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન કિશોર ચીખલીયા BJP સાથે જોડાયા હતા. BJP તેમની પત્ની અસ્મિતાબેન કિશોર ચીખલીયાને દહીંસરા ગામેથી ટિકિટ આપી હતી. અને તેમની જીત થઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33