GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત: તાપી જિલ્લા પંચાયત પંજાની પાછીપાની, 5 બેઠકો પર કમળ ખીલ્યું

Last Updated on March 3, 2021 by

તાપી જિલ્લામાં પંચાયતની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવ્યા હતા.તાપી જિલ્લો બન્યા બાદ બે વાર જિલ્લા પંચાયતમાં સત્તા મેળવનાર કોંગ્રેસને ફાળે ૨૬ બેઠકો માંથી માત્ર ૯ બેઠક જયારે ૧૭ બેઠક પર વિજય મેળવી ભાજપે જિલ્લા પંચાયત કબજે કરી છે. એજ રીતે ૭ પૈકી ૫ તાલુકા પંચાયતો પણ ભાજપે કબજે કરી કોંગ્રેસનો સફાઈ કર્યો છે.

ભાજપ

તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પરઆજે કોંગ્રેસ માટે આઘાત જનક પરિણામો આવ્યા હતા. ૨૦૧૫માં ૨૧ બેઠકો પર વિજય મેળવનાર કોંગ્રેસને ફાળે માત્ર ૯ બેઠક આવી છે. ભાજપે ૧૭ બેઠક કબ્જે કરી ભવ્ય વિજય મેળવ્યો છે. સુરત જિલ્લા પંચાયતમાંથી છુટા પડયા બાદ સતત બે વાર કોંગ્રેસનો વિજય થયો હતો.અને ત્રીજી વારની ચૂંટણીમાં ભાજપે કાંગેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. જોકે આ માટે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ટિકીટ ફાળવણીમાં કરેલી ભૂલ તેઓને ભારે પડી રહી છે. જયારે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપે કરેલા વિકાસને કારણે આદિવાસીઓએ ભાજપનો સાથ નિભાવ્યો છે.

BJP GUJARAT

જિલ્લા પંચાયતની કેળકૂઈ બેઠક પર ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર એવા સુમુલના ડિરેક્ટર સિદ્ધાર્થ ચૌધરી (વ્યારા તા.પં.પ્રમુખ) અને વ્યારા તાલુકાની કેળકૂઈ બેઠક પર ઉભા રહેલા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ એડવોકેટ મુકેશ ચૌધરીનો વિજય થયો છે. એજ રીતે તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસનું ધોવાણ થયું છે. જિલ્લાની ૭ તાલુકા પંચાયત પૈકી ચાર તા.પં. વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને કુકરમુંડા કોંગ્રેસ પાસે હતી જયારે ભાજપ પાસે ત્રણ તા.પં. ડોલવણ, વાલોડ અને નિઝર હતી.

આ વખતે કોંગ્રેસનું તાલુકા પંચાયતમાં પણ ખરાબ પ્રદર્શન રહ્યું હતુ. માત્ર ૨ જ પંચાયતો વ્યારા અને સોનગઢ કોંગ્રેસે કબ્જે કરી છે. જયારે ભાજપે વધુ ૨ પંચાયતો કબજે કરી કુલ પાંચ પંચાયતો જેમાં ડોલવણ, વાલોડ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા પણ જીતી લીધી છે. જે કોંગ્રેસના વિસ્તારો કહેવાય છે જ્યાં પણ ભાજપે સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે આવનારા દિવસો કોંગ્રેસ માટે વધુ કપરા પુવાર થવાના અણસાર છે. ભાજપ જિલ્લા સંગઠનના યુવા નેતા ગણે કપરી પરિસ્થિતિમાં ભાજપને જીતાવી કોંગ્રેસના ગઢનું પતન કર્યું કહી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33