GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી હિંસાનો વરવો ચહેરો: મારથી ઘાયલ વૃદ્ધાનું મોત, અમિત શાહે કહ્યું દીદી આ દર્દ તમને પરેશાન કરશે, મમતાએ કર્યો આ પલટવાર

Last Updated on March 29, 2021 by

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમ્યાન બંગાળની જે દીકરી મુદ્દે પોસ્ટર વોર શરૂ થયું તેમનું નિધન થયું છે. જેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શોવા મજૂમદારના નિધન મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું છે અને તૃણમુલ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતાં.

Image

અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘બંગાળની દીકરી શોવા મજૂમદારજીના નિધનથી દુઃખી છું. TMC ના ગુંડાઓએ તેમને એટલો માર માર્યો કે તેમનું મોત થયું. શોવા મજૂમદારના પરિવારની પીડા અને ઘા મમતા દીદીનો લાંબા સમય સુધી પીછો છોડશે નહીં. બંગાળ, હિંસા-મુક્ત કાલ માટે લડશે. બંગાળ, અમારી બહેનો અને માતાઓ માટે એક સુરક્ષિત રાજ્યની લડાઈ લડશે.’

ઉત્તર 24 પરગના જીલ્લાના નિમટામાં ભાજપ કાર્યકર ગોપાલ મજૂમદાર અને તેમની 85 વર્ષીય માતા પર અમુક ગુંડાઓએ હુમલો કર્યો હતો. મૃત્યુ પામનાર શોવા મજૂમદારે આરોપ લગાવ્યો હતો કે, ‘તેમના દીકરાને ભાજપના કાર્યકર હોવાને કારણે માર મારવામાં આવ્યો હતો, જે ઘટનામાં તેમને પણ ઈજાઓ થઈ હતી.’

તેમના બલિદાનને કાયમ યાદ કરવામાં આવશે: જે.પી નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘ઈશ્વર, વૃદ્ધ માતા શોભા મજૂમદારજીની આત્માને શાંતિ આપે. તેમનો પુત્ર ગોપાલ મજૂમદાર ભાજપનો કાર્યકર્તા હોવાના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવો પડ્યો. તેમના બલિદાનને કાયમ યાદ કરવામાં આવશે. તે પણ બંગાળની માતા હતી, બંગાળની પુત્રી હતી. બીજેપી હંમેશા માં અને પુત્રીની સુરક્ષાના હેતુથી લડતી રહેશે.’

TMC કેડરો દ્વારા તેમની સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું : અમિત માલવીયા

અમિત શાહ અને જે.પી નડ્ડા સિવાય બીજેપી IT સેલના હેડ અમિત માલવીયાએ પણ આ મામલે ટ્વિટ કર્યું હતું. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘તાજેતરમાં જ હુમલાનો શિકાર બનેલા 85 વર્ષીય શોવા મજૂમદારનું મોત નિપજ્યું છે. બંગાળની આ પુત્રી, કોઈની માતા, કોઈની બહેન…નું મોત થઈ ચુક્યું છે. TMC કેડરો દ્વારા તેમની સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું. જો કે મમતા બેનર્જીને તેમની પર દયા ન આવી. હવે તેમના પરિવારના ઘાને કોણ પૂરશે? TMC ના હિંસાના રાજકારણે બંગાળની આત્માને ઠેસ પહોંચાડી છે.’

શું છે સમગ્ર ઘટના?

ઉત્તર 24 પરગના જિલ્લામાં નિમટામાં ભાજપના કાર્યકર્તા ગોપાલ મજૂમદાર અને તેમની 85 વર્ષીય માતા શોવા મજૂમદાર પર કેટલાંક લોકોએ હુમલો કર્યો હતો. શોવાનું કહેવું હતું કે, ‘મારા પુત્રને મારવામાં આવ્યો છે કારણ કે તે ભાજપ માટે કામ કરે છે. મને બે લોકોએ ધક્કો માર્યો હતો, મારા પુત્રને માથે અને તેના હાથ પર ઈજા થઈ છે, મને પણ ઈજા થઈ છે.’ શોવા મજૂમદારનું કહેવું હતું કે, ‘હું વાત પણ કરી શકતી નથી કે શાંતિથી બેસી પણ શકતી નથી. બદમાશોની સંખ્યા ત્રણથી ચાર હતી અને તેઓએ તેમના ચહેરાને ઢાંક્યા હતાં. તેમણે મારા પુત્રને કહ્યું હતું કે, ચુપ રહો અને કોઈને એક શબ્દ પણ ન કહો. અમને એટલાં માટે મારવામાં આવ્યાં કારણ કે મારો પુત્ર ભાજપ સાથે કામ કરી રહ્યો છે.’

જો કે બીજી બાજુ શોવાના એક અન્ય પુત્ર ગોવિંદ મજૂમદારે પોતાની માતા પર થયેલા હુમલા માટે બીજેપી જવાબદાર હોવાનું કહ્યું હતું. આ વાતનો એક વીડિયો ટીએમસી સાંસદ નુસરત જહાએ શેર કર્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33