Last Updated on March 13, 2021 by
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા શનિવારે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. તેમણે કોલકાતા ખાતે ટીએમસીના કાર્યાલયમાં જઈને પાર્ટી જોઈન કરી હતી. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા યશવંત સિન્હાએ ટીએમસીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. અટલ બિહાર વાજપેયીની સરકારમાં નાણા મંત્રી રહી ચુકેલા યશવંત સિન્હા 2014 બાદ મોદી સરકારના ટીકાકારો પૈકીના એક તરીકે ઉભરી આવ્યા છે.
યશવંત સિન્હાએ અનેક વખત આર્થિક મામલે મોદી સરકારની ટીકા કરેલી
ટીએમસીમાં જોડાયા બાદ સિન્હા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરશે તેવી શક્યતા છે. યશવંત સિન્હાએ અનેક વખત આર્થિક મામલે મોદી સરકારની ટીકા કરેલી છે. 2014થી 2019 દરમિયાન તેમના દીકરા જયંત સિન્હા રાજ્યના નાણા મંત્રી હતા તે સમયે પણ તેમણે અનેક વખત પાર્ટી નેતૃત્વની ટીકા કરી હતી. પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે 8 તબક્કામાં મતદાન યોજાશે. આગામી 27 માર્ચના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યાર બાદ પહેલી એપ્રિલે બીજા રાઉન્ડનું વોટિંગ થશે.
Kolkata: Former BJP leader Yashwant Sinha joins Trinamool Congress, ahead of West Bengal Assembly elections pic.twitter.com/K3s9TQNPlS
— ANI (@ANI) March 13, 2021
ભાજપના ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસને તૃણમૂલનો પ્રતિકાર
હેડલાઇન ન્યુઝમાં ચમકી રહેલી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની વારંવારની મંદિર-મુલાકાતોને તજજ્ઞાો, રાજ્યમાં ભાજપની ધાર્મિક ધ્રુવીકરણની રણનીતિના પ્રતિકારનો પ્રયાસ માની રહ્યા છે. વિશ્લેષકો ટીએમસીની ટિકિટ વહેંચણીના વ્યૂહની પણ નોંધ લઇને જણાવે છે કે તૃણમૂલ કોંગ્રેસ ભાજપના વ્યૂહનો પ્રતિકારનો પ્રયાસ કરી રહી હોવાની સ્પષ્ટ છાપ ઉપસે છે. આની સૌથી મોટી સાબિતી એ છે કે તૃણમૂલ કોંગ્રેસે ભાજપે ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જયાં સારો દેખાવ કર્યો છે એ વિધાનસભા મતવિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારોને પડતા મૂક્યા છે.
Former BJP leader Yashwant Sinha joins Trinamool Congress in Kolkata pic.twitter.com/21P5IDcMab
— ANI (@ANI) March 13, 2021
૨૦૨૧માં ઓછા મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
ટીએમસીએ એકંદરે ૨૦૧૬ કરતાં ૨૦૨૧માં ઓછા મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૬ અને ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ઊભા રાખેલા ઉમેદવારોનું પૃથ્વકરણ કરતા જણાય છે કે પક્ષે ૨૦૧૬માં ઉભા રખાયેલા ૫૪ મુસ્લિમ ઉમેદવારોના સ્થાને ૨૦૨૧માં ૪૫ મુસ્લિમોને જ મેદાનમાં ઊતાર્યા છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોનું પેટાવિસ્તાર પ્રમાણે કરાયેલા પૃથ્વકરણને ૨૦૧૬ અને ૨૦૧૯ના ચૂંટણી- પરિણામોને સાથે રાખીને જોઇએ તો જણાશે કે આ નિર્ણયો કાળજી પૂર્વકની રાજકીય ગણતરીઓ પછી લેવાયા છે, એમ વિશ્લેષકો કહે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31