GSTV
Gujarat Government Advertisement

બંગાળનો સંગ્રામ: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 57 ઉમેદવારોની યાદી, મમતા બેનર્જીની સામે આ નેતાને આપ્યો મોકો

Last Updated on March 8, 2021 by

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ લિસ્ટમાં ભાજપે 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 294 વિધાનસભા સીટો વાળી પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં મતદાન શરૂ થશે.

ભારતીય જનતા પાર્ટીએ આજે જાહેર કરેલી યાદીમાં નંદિગ્રામમાંથી મમતા બેનર્જીની સામે શુંભેન્દુ અધિકારીને ટિકિટ આપી છે. ત્યારે હવે આ સીટ પર ભારે રસાકસી જામેશ

અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ફક્ત ત્રણ સીટ જીતી હતી. જો કે, આ વખતે ભગવા પાર્ટી પુરા જોશ સાથે બંગાળમાં પોતાના તાકાત લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે રાજ્યમાં 200થી વધારે સીટો પર મેદાનમાં ઉતરવા જઈ રહી છે.

ક્યારે યોજાશે ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે યોજાશે. બાદમાં એક પ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થવાનું છે.

સીએમ મમતા બેનર્જીએ કર્યા તમામ ઉમેદવારો જાહેર

આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પાર્ટી ટીએમસીએ પોતાના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ટીએમસીએ 291 સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જ્યારે દાર્જિલીંગની ત્રણ સીટો ગઠબંધનને આપવાનો નિર્ણય કરાયો છે. મમતા બેનર્જીએ કેટલાય ખેલાડી અને અભિનેતા-અભિનેત્રીઓને ટિકિટ આપી છે. ક્રિકેટર મનોજ તિવારીને હાવડાના શિવપુરમાંથી ચૂંટણી લડાવાનો નિર્ણય કર્યો છે.

ટીએમસીએ ટિકિટ વહેંચણીમાં જાતિગત સમીકરણ સાચવી રાખ્યું

આપને જણાવી દઈએ કે, ટીએમસીએ પાંચ મંત્રીઓ સહિત 28 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી નથી. જો કે, તેના માટે ઉંમર અને ખરાબ તબિયતનો હવાલો આપવામાં આવ્યો છે. ટીએમસીએ લિસ્ટમાં 50 મહિલાઓ, 42 મુસ્લિમ, 79 અનૂસૂચિત જાતિ, 17 અનુસૂચિત જનજાતિના ઉમેદવારો શામેલ કર્યા છે. ટીએમસી પાર્ટી 9 માર્ચના રોજ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33