Last Updated on March 8, 2021 by
ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલીકામાં ભાજપની ભવ્ય વિજય થયો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે હવે અમદાવાદ સહિતની અન્ય પાંચ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી કરવા કવાયત હાથી ધરી છે. તે મામલે આજે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે.
આજે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે
ભારતીય જનતા પાર્ટીનીપાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં મહત્વની ચર્ચાઓ યોજાવાની છે. બીજી તરફ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં અમદાવાદ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાના મેયરની પસંદગી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના સભ્યો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરના નામો પર મહોર મારવામાં આવશે. સૂત્રોના મતે,અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકાનુ બોર્ડ 10મી માર્ચે મળનાર છે. જેમાં મેયરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ જ પ્રમાણે, રાજકોટ અને વડોદરામાં 11મી માર્ચે અને સુરત-જામનગરમાં 12 માર્ચે મેયર તેમજ ડેપ્યુટી મેયરના નામો જાહેર કરવામાં આવનાર છે.
મહાનગરપાલિકામાં શહેરી મતદારોએ ભાજપને જ સત્તા સોંપવા નક્કી કર્યુ હતું જેના પગલે અમદાવાદ,ભાવનગર,સુરત,રાજકોટ ,વડોદરા અને જામનગર મહાનગરપાલિકા પર ભાજપે શાસન જાળવી રાખ્યુ છે જ્યારે કોંગ્રેસનો કારમો રકાસ થયો હતો. હવે ભાજપે છ મહાનગરપાલિકામાં મેયર,ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક કરવા તૈયારીઓ આદરી છે.
કોંગ્રેસનો કારમો રકાસ થયો
તા.8મી માર્ચે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના સભ્યો ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર,ડેપ્યુટી મેયરના નામો પર મહોર મારવામાં આવશે. સૂત્રોના મતે,અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકાનુ બોર્ડ 10મી માર્ચે મળનાર છે જેમાં મેયરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ જ પ્રમાણે, રાજકોટ અને વડોદરામાં 11મી માર્ચે અને સુરત-જામનગરમાં 12 માર્ચે મેયર,ડેપ્યુટી મેયરના નામો જાહેર કરવામાં આવનાર છે.
સામાજીક,રાજકીય સમીકરણો આધારે ભાજપની પ્રદેશ નેતાગીરી મેયરના નામ પર આખરી મહોર મારશે. આમ,8મી માર્ચે જ છ મનપાના મેયરના નામોની પસંદગી કરાશે પણ તા.10,11 અને તા.12મી માર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડમાં મેયર.ડેપ્યુટી મેયરના નામોની સત્તાવાર જાહેરાત કરાશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31