Last Updated on March 30, 2021 by
ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહેલા રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સતત મોદી સરકાર પર આકરા હુમલાઓ કરી રહ્યા છે. તેમણે કેટલીય વાર ટ્વીટને સરકારને ભીંસમાં લીધી છે. ચીન અને પાકિસ્તાનના મુદ્દા પર ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાને લઈને સ્વામીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, POK ને મેળવવું અને બલૂચિસ્તાને આઝાદ કરવાની વાત ભૂલી જજો.
સ્વામીના ચાબખા
ટ્વીટર પર સ્વામીએ એક મીડિયા રિપોર્ટનો હવાલો આપતા કહ્યુ હતું કે, ચીન, ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલના દિવસોમાં થયેલી વાતચીતથી ખુશ છે. જવાબમાં તેમણે ટ્વીટ કર્યુ કે, હવે ભારતે POK મેળવવાનું અને બલૂચિસ્તાનને આઝાદ કરવાનું ભૂલી જવું જોઈએ. સ્વામી ભારત દ્વારા પાકિસ્તાનની સાથે કરવામાં આવેલા સંયુક્ત યુદ્ધ અભ્યાસને લઈને પણ નારાજ ચાલી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રી આમને-સામને
તજાકિસ્તાનના દુશાંબેમાં થઈ રહેલા હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે આજે મુલાકાત થશે, જો કે, બંને દેશો વચ્ચે વાતચીતનો કોઈ કાર્યક્રમ નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીનો હવાલો આપીને કહેવાયુ છે કે, ભારતની સાથે હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં કોઈ પણ બેઠકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યુ નથી અને આવી કોઈ ભલામણ પણ કરાઈ નથી.
મોદી સરકાર પર કટાક્ષ
થોડા દિવસ પહેલા જ સ્વામીએ ચીન અને પાકિસ્તાનના મુદ્દે મોદી સરકારનો ઘેરાવ કર્યોહતો. તેમણે કહ્યુ હતું કે, મોદી સરાકર મિત્રો ખોવા અને દુશ્મનો વધારવા પર પુસ્તક લખે. ભાજપ સાંસદે ટવીટ કર્યુ હતું કે, મોદી સરકારને ડેલ કારનેઝનું પુસ્તર ‘હાઉ ટુ વિન ફેંન્ડ્સ એન્ડ ઈન્ફ્લુઅંસ દ પીપલ’ના જવાબમાં ‘હાઉ ટૂ લૂઝ ફેન્ડ્સ એન્ડ એનકરેજ એનિમિઝ’ નામનું પુસ્તક લખવુ જોઈએ. સાથે જ તેમણે કહ્યુ હતું કે, આપણે ચીન અને પાકિસ્તાનને આગળ વધારી રહ્યા છીએ. પણ નેપાળ, ભૂટાન અને શ્રીલંકા જેવા દોસ્તોને ભૂલી જઈએ છીએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31