GSTV
Gujarat Government Advertisement

રાજકીય કૂદકાબાજી/ કેસરિયો ધારણ કરનાર બે કોંગી સભ્યો 24 કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયાં!

કોંગ્રેસ

Last Updated on March 6, 2021 by

જૂનાગઢના ભેંસાણમાં રાજકીય કૂદકાબાજીનો નમુનો સામે આવ્યો છે. કારણે કે ભાજપમાં ભળી ગયેલા  તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો 24 કલાકમાં ફરી કોંગ્રેસમાં સામેલ થયા છે.આ સાથે જ તાલુકા પંચાયતના બંને સભ્યોએ ગેરમાર્ગે દોરીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યોએ ગઈકાલે ભાજપનો ખેસ પહેર્યો હતો.પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા અને સ્થાનિક આગેવાનોની દરમિયાનગીરી બાદ ભાજપમાં જોડાયેલા તાલુકા પંચાયતના સભ્યો ફરી કોંગ્રેસમાં જોડાયા.

  • ભાજપમાં ભળેલા સભ્યો એક જ દિવસમાં પરત ફર્યા કોંગ્રેસમાં
  • ભેસાણ તા.પ. કોંગ્રેસના બે સભ્યો એ કર્યો હતો ભાજપ મા પ્રવેશ
  • ગઈકાલે જ ભાજપ કાર્યાલય પહેર્યો હતો ખેસ
  • આજે પરત કોંગ્રેસમાં જોડાઈ ગયા
  • બંને સભ્યો અને ગેરમાર્ગે દોરી ભાજપમાં પ્રવેશ કરાવ્યા હોવાનો આક્ષેપ
  • કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને સ્થાનિક આગેવાનોએ કરી દરમ્યાનગીરી
  • ખોટી રીતના ભાજપમાં ભેળવી દીધા અને હવે પરત કોંગ્રેસમાં પ્રવેશ
  • ભાજપ આવી ગયું હતું બહુમતીમાં અને ફરી આવી ગયું લઘુમતીમાં
  • કોંગ્રેસના 9 સભ્યો ચૂંટાયા હતા જેમાંથી બે સભ્યો ભળી ગયા હતા ભાજપમાં
  • ભાજપનું સંખ્યાબળ નવ થઈ ગયું હતું ફરી સાત થઈ ગયું
કોંગ્રેસ

આ સાથે ભેંસાણ તાલુકા પંચાયતમાં ભાજપ ફરી બહુમતી માંથી લઘુમતી આવી ગયુ છે.કોંગ્રેસના નવ સભ્યો ચૂંટાયા હતા.જેમાંથી બે સભ્યો ભાજપમાં ભળી ગયા હતા.જેના કારણે ભાજપનું સંખ્યાબળ નવ થઈ ગયુ હતુ. પરંતુ આ બંને સભ્યોએ ફરી કોંગ્રેસમાં જોડાઈ જતા ભાજપ તાલુકા પંચાયતમાં ફીરી લઘુમતીમાં આવી ગયુ છે.અને ભાજપનું સખ્યાબળ સાત થયુ છે.

Read also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33