Last Updated on February 24, 2021 by
વડોદરા પોલિટેકનિક કોલેજની બહાર ભાજપના આગેવાનોનો મોટો જમાવડો હતો. જ્યારે,કોંગ્રેસના આગેવાનોને સવારથી જ શોધવા પડે તેવી સ્થિતિ હતી.
પોલિટેકનિક કોલેજ ખાતે આજે સવારે મતગણતરી શરૂ થાય તે પહેલાં પોલીસે કડક ચેકિંગ રાખ્યું હતું. જેના કારણે ભાજપના પૂર્વ મહામંત્રી સહિતના આગેવાનોને મતગણતરી કેન્દ્રમાં જતા પોલીસે અટકાવ્યા હતા.
ભાજપના સાંસદ, શહેર પ્રમુખ, પૂર્વ શ્રમ અને રોજગાર મંત્રી,પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિતના આગેવાનોએ પોલિટેકનિક કોલેજની સામે જ ટેન્ટમાં બેઠક જમાવી હતી અને ત્યાંજ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી.
તો બીજી તરફ, પોલિટેકનિક કોલેજ ખાતે જાણે કોરોના જેવું કાંઇ છે જ નહીં તેવા દ્શ્યો જોવા મળ્યા હતા.આડે દિવસે દંડ વસૂલતી પોલીસ પણ મૂક પ્રેક્ષક બની રહી હતી.
કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી શરૃ થઇ તે દરમિયાન પોલિટેકનિક કોલેજની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની ભારે ભીડ જામી હતી.આજે જાણે કોરોના કોઇને આભડવાનો ન હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
સંખ્યાબંધ કાર્યકરો અને આગેવાનોએ માસ્ક પહેર્યું નહતું.તો કેટલાકે મોં નીચે માસ્ક ઉતારી દીધું હતું.સોશ્યલ ડિસ્ટન્સ તો જાળવવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહતો.ગરમીનું પ્રમાણ વધારે હોવાથી આઠ થી દસ કાર્યકરો વચ્ચે છૂટથી પાણીની એક એક બોટલ વપરાતી હતી.જે કોરોના કાળમાં ખૂબ જ ગંભીર બાબત હતી.
પોલીસનો જંગી કાફલો ખડકાયો હોવા છતાં આજે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થિતિ નહતી.પોલીસની સામે જ ખુલ્લી જીપમાં લોકો મોટી સંખ્યામાં જતા આવતા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31