Last Updated on March 2, 2021 by
રાજ્યમાં તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો બહાર આવી રહ્યા છે તેમ નેતાઓના જીવ પણ ઉચાળે બંધાયા છે. ભાજપ હોય કે કોંગ્રેસ અગ્રણી નેતાઓ પોતાના વિસ્તારમાં હારનો સામનો કરવો પડ્યો તેવી સ્થિતિ બની છે. ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં જસદણ અને વિંછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પંજો ફરી વળ્યો છે. મૂળ કોંગ્રેસી એવા કુંવરજી બાવળિયા ભાજપમાં આવ્યા પછી જસદણ અને વિંછિયાના લોકોને ભાજપ તરફી ખેંચવામાં પાછળ રહ્યા છે. અહીં કોંગ્રેસે પોતાનો દબદબો જાળવતાં બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
231 તાલુકા પંચાયતોમાંથી 100માં ભાજપ આગળ
અત્યાર સુધી બહાર આવેલા પરિણામો મુજબ 231 તાલુકા પંચાયતોમાંથી 100માં ભાજપ, 17માં કોંગ્રેસ અને 1માં અન્ય આગળ છે. સાયલામાં તાલુકા પંચાયતની 20માંથી 10 બેઠકો ભાજપના ફાળે ગઈ છે તો 4 બેઠકો પર કોંગ્રેસને સાથ મળ્યો છે. તાલુકા પંચાયતની બેઠકોની મત ગણતરી ચાલુ છે જેમાં 12 વાગ્યા સુધીના પરિણામોમાં ભાજપનો સતત વિજય તરફ આગેકૂચ કરી રહ્યા છે. તો કોંગ્રેસનો સતત બધી બેઠકો પર રકાસ થઈ રહ્યો છે.
70 ટકા જેટલી બેઠકો પર ભાજપનો દબદબો
તાલુકા પંચાયતની કુલ 4774 બેઠકોમાંથી 70 ટકા જેટલી બેઠકો પર ભાજપનો દબદબો છે તો કોંગ્રેસના ફાળે 30 ટકા જેટલી બેઠકો આવી છે
સમી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત પર અપક્ષ આગળ. જીલ્લા પંચાયતની દુદખા બેઠક અને અમરાપુર બંને બેઠક પર અપક્ષના ઉમેદવારનો વિજય. સાયલા તાલુકા પંચાયત ભાજપ 4, કોંગ્રેસ 2, મહુધા તાલુકા પંચાયતમાં ચૂણેલ બેઠક પર કોંગ્રેસ જીત
મહેમદાવાદતાલુકા પંચાયતની ઘોડાસર સીટ પર ભાજપની જીત
ઠાસરા તાલુકા: બાધરપૂરામાં સુધા બેન દિનેશભાઈ પરમાર ભાજપના ઉમેદવારનો ૧૫૮વોટથી વિજય
મહુધા તાલુકા પંચાયતમાં હેરંજ બેઠક પર ભાજતની જીત
પાટડી તાલુકા પંચાયતમાં બે ભાજપ અને બેમાં કોંગ્રેસ
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31