GSTV
Gujarat Government Advertisement

ઝટકો/ હરિયાણામાં ગઠબંધનથી ચાલતી ભાજપ સરકારને ઘરભેગી કરવા કોંગ્રેસે ઘડ્યો માસ્ટરપ્લાન, ખટ્ટર ચિંતામાં

Last Updated on February 25, 2021 by

કૃષિ કાયદા વિરુદ્ધ હરિયાણામાં એક તરપ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ સરકારને ઘેરવા માટે મોરચો ખોલ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વ વાળી બીજેપી-જેજેપી ગઠબંધન સરકાર વિરુદ્ધ વિધાનસભા સત્ર પહેલાજ અવિશ્વાસનો પ્રત્ લાવવાનો નિર્ણય કર્યો છે.

બજેટ સત્રમાં કોંગ્રેસે ઘેરવાની તૈયારી કરી શરૂ

ખટ્ટરના નેતૃત્વ વાળી બીજેપી-જેજેપી ગઠબંધન સરકાર વિરુદ્ધ વિધાનસભા સત્ર પહેલાજ અવિશ્વાસનો પ્રત્ લાવવાનો નિર્ણય

ઉલ્લેખનીય છેકે કોંગ્રેસના આપગલાં થી ખટ્ટર સરકાર ચિંતામાં આવી શકે છે. કારણકે ખેડૂત સંગઠન જેજેપી પર બીજેપીથી અલગ થવા માટે સતત દબાણ બનાવી રહ્યું છે. હરિયાણામાં પાંચ માર્ચથી શરૂ થવાવાળા વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસે બીજેપી-જેજેપી સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે.

કોંગ્રેસ

કોંગ્રેસે બીજેપી-જેજેપી સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી

વિધાનસભામાં પ્રતિપક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસે નક્કી કર્યું છે કે તેો રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યના બજેટ અભિભાષણ પછી ખટ્ટર સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. આ સિવાય કૃષિ કાનૂનમાં સંશોધન કરીને તેમાં ખેડૂતો માટે એમએસપીની ગેરન્ટીનું પ્રાવાધન સાથે જોડાવા માટે કોંગ્રેસની તરફથી એક ખાનગી મેંમબર્સ બિલ પણ આ સત્રમાં લાવવાનો નિર્ણય કર્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33