Last Updated on March 15, 2021 by
ભાવનગરના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપે શો કોઝ નોટીસ ફટકારી છે. જેમાં તમારી સામે શિસ્તભંગના પગલા કેમ ન લેવાં તે અંગે તાત્કાલીક જવાબ આપવા જણાવાયું છે. અત્રે મહત્વનું છે કે, કાળીયાબીડના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સામે આક્ષેપો કર્યાં હતાં જે મામલે આજે તેમને નોટીસ ફટકારવામાં આવી છે.
વર્ષાબા પરમારે અગાઉ જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે સામે આક્ષેપો કર્યાં હતાં
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર વર્ષાબા પરમાર ભાવનગર કાળીયાબીડ વોર્ડમાંથી ચૂંટાયેલા છે. મેયર પદના પ્રબળ દાવેદાર ગણાતા વર્ષાબા પરમારના બદલે કીર્તિબેન દાણીધારિયાનું મેયર તરીકે નામ જાહેર થતા જ વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં. જેથી સામાન્ય બેઠક પર બક્ષીપંચના ઉમેદવારનું નામ જાહેર કરી અન્યાય કર્યો હોવાનું અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે તેઓએ આક્ષેપો કર્યાં હતાં. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં અને એક કાર્યક્રમ બહાર મીડિયા સમક્ષ મંત્રી વિભાવરીબેન દવે સામે પણ તેમને આક્ષેપો કર્યા હતાં જેને લઈને ચકચાર મચી જવા પામી હતી. આથી, ભાવનગરના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપે શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31