Last Updated on February 26, 2021 by
ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રચાર પડઘમ આજ સાંજથી શાંત થઈ જશે, ત્યારે બીજી તરફ એક ચોંકવાનારા અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપે બાઇક રેલી દરમ્યાન પેટ્રોલના કુપનોની લ્હાણી કરી હતી. ચૂંટણી પ્રચારના અંતિમ દવિસે ભાજપે બાઇક રેલી યોજી હતી.
ચુંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપની હતી બાઇક રેલી,
- બાઇક રેલી માટે ભાજપે પેટ્રોલની કુપનોની લ્હાણી કરી,
- લોકો કુંપનો લેવા લાઇનોમાં ઉભા રહ્યા,
- ચુંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપની હતી બાઇક રેલી,
- ચુંટણી ખર્ચમાં આ પેટ્રોલની ગણતરી વહીવટી તંત્ર કરશે કે નહિ તે તપાસનો વિષય
આ દરમ્યાન ભાજપે પેટ્રોલના કુપનોની લ્હાણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પેટ્રોલના કુપનો લેવા લોકોએ રીતસર પડાપડી કરી હતી. બીજીતરફ કુપન લેવા માટે લોકોએ લાંબી લાઇન લગાવી હતી. ભાજપે પેટ્રોલની લ્હાણી તો કરી પરંતુ વહીવટી તંત્ર તેની ગણતરી ચૂંટણી ખર્ચમાં કરશે કે નહીં તે તપાસનો વિષય છે. નોંધનીય છે કે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31