Last Updated on March 23, 2021 by
કર્ણાટકમાં આવતા મહિને યોજાનારી વિધાનસભાની બે બેઠકો માકસી અને બલવકલ્યાણની ચૂંટણીના મુદ્દે મુખ્યમંત્રી યેદુરપ્પા બરાબરના ભેરવાયા છે. ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે, બસવકલ્યાણ બેઠક પરથી યેદુરપ્પાના પુત્ર અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર ચૂંટણી લડે પણ યેદુરપ્પા તેના માટે તૈયાર નથી. તેનું કારણ એ કે, બસવકલ્યાણ ભાજપનો ગઢ નથી.
બસવકલ્યાણ ભાજપનો ગઢ નથી
આ બેઠક પરથી ૨૦૦૮ની ચૂંટણીના અપવાદને બાદ કરતાં ભાજપ કદી જીત્યો નથી. પરંપરાગત રીતે આ બેઠક દેવગૌડા પરિવાર એટલે કે જનતા દળ સેક્યુલરનો ગઢ મનાય છે. ૨૦૧૮ની ચૂંટણીમાં કોંગ્રેસે જેડીએસમાંથી આવેલા નારાયણરાવને મેદાનમાં ઉતારીને આ બેઠક જીતી લીધી હતી. નારાયણરાવના નિધનના કારણે આ બેઠક ખાલી પડી છે. વિજયેન્દ્ર આ બેઠક પરથી ઝંપલાવે તો તેના માટે પહેલા ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થાય તેથી યેદુરપ્પા દીકરાને ટિકિટ માટે આતુર નથી.
નારાયણરાવના નિધનના કારણે આ બેઠક ખાલી પડી
યેદુરપ્પાએ વિજયેન્દ્રને હમણાં સંગઠનમાં કામ કરવા દેવાય એવી ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપ નબળો છે એ મૈસૂર ક્ષેત્રમાં વિજયેન્દ્રને મોકલાય એવી દરખાસ્ત પણ તેમણે મોકલી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31