Last Updated on March 3, 2021 by
રાજ્યની તાલુકા પંચાયત, નગરપાલિકા, અને જીલ્લા પંચાયતની મતગણતરીમાં 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો વાગ્યો છે જ્યારે કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં છે. 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું. જ્યારે આ વખતે છ મહાનગરપાલિકાઓ બાદ 31 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થયો છે.
છ મહાનગરપાલિકાઓ બાદ 31 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો
મતગણતરીમાં 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો વાગ્યો
બીજી તરફ ઝઘડિયામા તાલુકા પંચાયતમાંથી ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટી બીટીપી નું ધોવાણ થયું છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા પંચાયતમાં છેલ્લા પંદર વર્ષથી બીટીપી નું રાજ હતું. ત્યારે આ રાજ સંપૂર્ણ રીતે ખત્મ થયું છે. અને ઝઘડીયામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. બીજી તરફ ભાજપનો ભગવો લહેરાતા બીટીપીમાં સોંપો પડી ગયો છે.
ઝઘડિયા તાલુકા પંચાયતમાં છેલ્લા પંદર વર્ષથી બીટીપી નું રાજ હતું
- ઝઘડિયામા તાલુકા પંચાયતમાંથી ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટી બીટીપી નું ધોવાણ
- ઝઘડિયા તાલુકા પંચાયતમાં છેલ્લા પંદર વર્ષથી બીટીપી નું રાજ હતું
- છોટુ વસાવાના રાઇટ હેન્ડ પ્રકાશ દેસાઇ બીટીપી સાથે છેડો ફાડી ભાજપામાં જોડાયા હતા
- તાલુકા પંચાયત ની કુલ 22 બેઠકમાંથી 10 ના પરિણામ જાહેર
- 10 માંથી 9 ઉપર ભાજપાની જીત, એક બેઠક ઉપર બીટીપી નો વિજય
- મોટા સોરવા તાલુકા પંચાયતમાં ભાજપા નો વિજય
- જિલ્લા પંચાયતની બે બેઠકમાં એક ભાજપા તો એક બીટીપી ના ખોળે
તાલુકા પંચાયતની ચૂંટણીઓના પરિણામો આવી રહ્યા છે. તાલુકા પંચાયતમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 9 તાલુકા પંચાયતોમાં ભાજપને 100થી વધારે બેઠકો મળી છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે મોટા ભાગની સીટો અંકે કરી લીધી છે. ઝઘડિયા તાલુકા પંચાયત ની કુલ 22 બેઠકમાંથી 10 ના પરિણામ જાહેર કરાયા જેમાં 10 માંથી 9 ઉપર ભાજપાની જીત, એક બેઠક ઉપર બીટીપી નો વિજય થયો છે. મોટા સોરવા તાલુકા પંચાયતમાં ભાજપા નો વિજય થયો છે. તો જિલ્લા પંચાયતની બે બેઠકમાં એક ભાજપા તો એક બીટીપી ના ખોળે ગઈ છે.
કેવડિયા કોલોનીને લઇને રાજકારણ રમતા ઘણા નેતાઓ ઉઘાડા પડી ગયા છે. આદિવાસી પટ્ટામાં આ વર્ષે સૌથી વધારે મતદાન થયું છે. આદિવાસીઓએ ઘરોમાથી બહાર નીકળીને ભાજપને મત આપ્યો છે. કવાંટ તાલુકા પંચાયતમાં પણ ભાજપનું રાજ જોવા મળ્યું છે. જાહેર થયેલી બેઠકોમાં ભાજપને બહુમતી મળી છે. અગાઉ કોંગ્રેસનું શાસન હતું. બેઠકોમાં 14 ભાજપ, 6 કોંગ્રેસ, 1 અપક્ષને મળી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31