Last Updated on March 3, 2021 by
ગુજરાતની નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થઈ છે. ત્યારે બીજ તરફ સુરત મહાનગરપાલિકા સારો દેખાવ કર્યા બાદ આપે પંચાયતોમાં કાઢુ કાઢ્યુ છે. પાલિકા-પંચાયતોમાં આપના કુલ મળીને 42 ઉમેદવારો જિત્યા છે. આપના સારા દેખાવે રાજકીય પંડિતોને ચોંકાવ્યા છે.
આપના સારા દેખાવે રાજકીય પંડિતોને ચોંકાવ્યા
એટલું જ નહીં, આપે મોદીના હોમટાઉન વડનગર અને સી.આર.પાટીલના ગઢમાં ગાબડું પાડયુ છે. પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં આપને સારો આવકાર મળ્યો છે.પાલિકા અને પંચાયતોમાં ય આપે પ્રવેશ કર્યો છે. ગુજરાતમાં ત્રીજા મોરચાની શક્યતા નહીવત છે તે વાત આપે ખોટી ઠેરવી છે.
ગુજરાતમાં ત્રીજા મોરચાની શક્યતા નહીવત છે તે વાત આપે ખોટી ઠેરવી
આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં જ નહી, ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢમાં આપે ગાબડાં પડયાં છે.સુરતની એંબોલી સીટ પર આપે વિજય મેળવ્યો છે. વડનગરમાં ય આપે જીત મેળવી છે. સાથે સાથે વિધાન સભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ આપે ભાડેર બેઠક જીતી લીધી છે.
ભાડેર બેઠક જીતી લીધી
આપે તાલુકા પંચાયતમાં 31 બેઠકો,જિલ્લા પંચાયતમાં 2 બેઠકો અને પાલિકામાં 9 બેઠકો એમ કુલ મળીને 42 બેઠકો મેળવી સારો દેખાવ કર્યો છે. ભાજપ માટે આપનો સારો દેખાવ ચિંતાજનક રહ્યો છે. આગામી વિધાનસભામાં આપ જ ભાજપને નડી શકે છે તેવા સંજોગો સર્જાયા છે. અત્યારે તો આપે ગુજરાતના ગામડાઓ સુધી પગપેસારો કરી લીધો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31