GSTV
Gujarat Government Advertisement

સુરત મનપા ચૂંટણી/ ભાજપના પૂર્વ મેયરે આપના ઉમેદવારો ખરીદવાનો પ્રયાસ કર્યા હોવાના આક્ષેપો ગણાવ્યાં પાયાવિહોણાં

Last Updated on February 25, 2021 by

સુરતમાં મનપાની ચૂંટણીમાં આપના ચૂંટાઇ આવેલા ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપોને ભાજપે ફગાવ્યા છે. ભાજપના પૂર્વ મેયર જગદીશ પટેલે જણાવ્યું કે, ‘ભાજપ પહેલા પણ લોકશાહી ઢબે પાલિકાની ચૂંટણીમાં બેઠકો લાવી હતી અને આ વખતે પણ વધુ બેઠકો લાવી છે. અગાઉ પણ વિપક્ષમાં વધુ નગરસેવકો હોવા છતાં ભાજપ ક્યારેય ચિંતિત નથી થયું તો હવે કેવી રીતે થાય. આપ ફક્ત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પાયાવિહોણાં અને બેબુનિયાદ આક્ષેપો કરી રહ્યું હોવાનું જગદીશ પટેલે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, ‘ભાજપ પર કરેલા આક્ષેપો અંગે આપની પાસે એવા પુરાવા નથી. આ વાત તેમના નેતાઓએ કરેલી પત્રકાર પરિષદમાં પણ કબૂલી છે.’

પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ પર લગાવ્યાં છે આક્ષેપ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાપાલિકામાં 27 બેઠકો સાથે વિપક્ષમાં બેસનારી આમ આદમી પાર્ટીએ ભાજપ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, ‘આપના જીતેલા ઉમેદવારોને ભાજપ દ્વારા ખરીદવાનો હેમખેમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબાજુએ છે, જ્યારે આપ પાર્ટી વૈક્લિપ રૂપે સામે આવી છે.

આપના ગેરેન્ટીકાર્ડને લોકોનો સહકાર મળ્યો : મનોજ સોરઠીયા

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘વિપક્ષમાં બેસવા માટે આપને એક મોટી જીત મળી છે. પાર્ટીએ જે વાયદાઓ કર્યા છે તે જરૂરથી પૂરા કરવામાં આવશે. પહેલી સામાન્ય સભાથી ટેક્સમાં 50 ટકા માફી, પાણી બિલ માફી અંગે રજૂઆત કરવામાં આવશે. મહાપાલિકામાં થઈ રહેલા ભ્રષ્ટાચારને ડામવામાં આવશે. કોઈને પણ ભ્રષ્ટાચાર નહીં કરવા દેવામાં આવે. ત્યારે આપના ગેરેન્ટીકાર્ડને લોકોનો સહકાર મળ્યો છે. જે ગેરેન્ટી કાર્ડને લોકોએ સ્વીકાર કરતા આપને મોટી જીત મળી છે. નગર સેવક વિરુદ્ધ કોઈ પણ ગંભીર ફરિયાદ આવશે તો તેની વિરૂદ્ધ ચોક્કસથી પગલાં ભરવામાં આવશે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33