Last Updated on March 28, 2021 by
કોરોનાને લઈને જાગૃતિનું સ્થળ હતું. સુરતનું ડિંડોલી વિસ્તાર જ્યાં શાસક ભાજપ પક્ષના કોર્પોરેટર પોતે રીક્ષા લઇને માઇક સાથે લોકોને વેક્સિનનું મહત્વ સમજાવીને લોકોને વેક્સિન લેવાની અપીલ કરવા નીકળ્યા હતા. જો કે આ વેક્સિન જાગૃતિ અભિયાનમાં તેઓ પોતે દાઢી માસ્ક સાથે જોવા મળ્યા હતાં.
દાઢી માસ્ક તો આપ સૌને ખબર હશે કે, માસ્ક પહેર્યું છે, તેવો સંતોષ રહે પરંતુ આ માસ્ક નાક પર નહીં પરંતુ દાઢીએ લટકાવેલું હોય તેવી જ રીતે ભાજપના કોર્પોરેટર અને તેમના 6થી 7 જેટલા સાથીદારો લોકોને કોરોનાની વેક્સિન લેવા અપીલ કરી રહ્યા હતા. જો કે તમામ લોકોએ માસ્ક દાઢીએ જ લગાવી રાખ્યા હતા. ભાજપના કોર્પોરેટર વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા આવ્યા સારી વાત કહેવાય પણ કોરોના જેનાથી ફેલાતો અટકે છે, તેવા માસ્કના નિયમનો પોતે જ ભંગ કરતા જોવા મળ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31