GSTV
Gujarat Government Advertisement

રેલીઓ બાદ કોરોનાનો રેલો આવ્યો તો પબ્લિકને બનાવી દેવાઈ બલિનો બકરો, કોઇની કહેવાની હિંમત નહોતી કે આ રેલીઓ ના કરો

કોરોના

Last Updated on March 13, 2021 by

પાતળો ગાળીયામાં નથી આવતો તો કોઇ જાડીયાને શોધીને લટકાવી દો. સરકારની અવળનિતી કોઇ સમજી શકતુ નથી. ચૂંટણી પહેલાં અચાનક કોરોના કેસ ઘટવા લાગ્યા, ચૂંટણી ટાણે તો જાણે કોરોના વિશ્રામના મૂડમાં જ હતો. જેવી ચૂંટણી પુરી થઇ એટલે કોરોના ફરી એક્ટિવ મોડમાં આવી ગયો. કેસ વધવા માટે રાજનૈતિક રેલીઓ બિલ્કુલ જવાબદાર નથી. આવા કટાક્ષ ભરેલા મેસેજ સાથે સોશિયલ મીડિયામાં ઉનાળાની ગરમી સાથે ભારે ગરમાટો આવી ગયો છે.

કોરોના માટે સામાન્ય લોકો જ જવાબદાર છે કેમ કે તેઓ માસ્ક નથી પહેરતા સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા. લગ્ન અને ધાર્મિક પ્રસંગોને કારણે કોરોના વકર્યો છે. સામાન્ય લોકો પોલીસ અને મ્યુનિ. તંત્ર નિર્લજતાથી રૃા.૧ હજાર કઢાવતું હતું. બીજી તરફ રાજકીય રેલીઓનો સીલસીલો ચૂંટણીના પરિણામ બાદ વિજય સરઘસ સુધી ચાલતો રહ્યો પણ કોઇ આ વિશે બોલવા તૈયાર ન હતું. સુરતમાંથી ભૂંસાઇ ગયેલી કોંગ્રેસ પણ આ અંગે મૌન રહી. પોલીસ અને એસએમસીએ આડેધડ માસ્કના નામે સફેદ લૂંટ ચલાવી હતી.

એક ઇન્સ્ટા યુઝરે લખ્યું કે સામાન્ય માણસ સામે પાવર બતાવતી પોલીસ નેતાઓ સામે કાયર બની જાય છે. એક ફેસબુક યુઝરે પોસ્ટ કરી હતી કે ‘માસ્કનો દંડ ઉઘરાવે ભલે પણ નિયમો બધા માટે સરખા હોવા જોઇએ. નેતાઓની રેલીઓ સામે કોઇ પગલા નહી અને એકલ દોકલ લોકોને શા માટે પરેશાન કરવામાં આવે છે? કાયદો બધા માટે સમાન હોવો જોઇએ. આ તંત્રની ૨૪ કેરેટની અવળચંડાઇ છે અને હદ તો ત્યારે થઇ જ્યારે કોરોના કેસનો વધારાનો આરોપ સામાન્ય પબ્લિક ઉપર બેશરમીથી ઢોળી દેવામાં આવ્યો. સુરતના પદાધિકારીઓએ જરા પણ સંકોચ વિના કહી દીધું કે લગ્ન અને ધાર્મિક પ્રસંગોને કારણે કોરોના ફેલાયો છે. સમ ખાવા માટે રાજકીય રેલીનો તો ક્યાંય ઉલ્લેખ સુદ્ધા ન કર્યો.

જો રેલીઓ સભા પર ધ્યાન રાખ્યું હોત તો આ દિવસ ન આવત

ચૂંટણી ટાણે પોલીસ અને તંત્ર ચુપ રહ્યું અને હવે સામાન્ય લોકો પાસે વસુલાત કરી રહી છે ત્યારે જો રેલીઓ વખતે થોડું પણ ધ્યાન આપ્યું હોત તો કદાચ આજે જે સ્થિતી ઉભી થઇ રહી છે એ કદાચ ન હોત. ઘણા લોકોએ એવું પણ કહ્યું કે કોરોના અટકાવવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરે જરૂરી છે જ પણ લોકોની સ્થિતીને ધ્યાનમાં રાખવી પણ જરૃરી છે. ઘરે ખાવા માટે પણ ફાંફા પડી રહ્યા હોય ત્યારે એક હજાર સામાન્ય લોકો માટે ઘણી મોટી રકમ છે.

કોરોના

લોકડાઉનથી લોકોને ડરાવવાનું શરૃ કરાયું

કરે કોઇ અને ભરે કોઇ, પાડાના વાંકે પખાલીને ડામ આ બધી કહેવતો સામાન્ય લોકો માટે સાચી પડી રહી છે. રેલીઓ કરી કરીને એ લોકોએ કોરાનાને ફરતો કરી દીધો અને હવે લોકડાઉન કરીને લોકોની આર્થિત સ્થિતી જે ખરાબ જ છે તેને વધુ ખરાબ કરશે. લોકોના ધંધા રોજગાર માંડ માંડ પાટે ચડયા છે ત્યારે હવે ફરી જો લોકડાઉન લાગુ કરાશે તો લોકોની હાલત બદતર થશે. આવો ગુસ્સો પણ સોશિયલ મીડિયામાં ઠલવાઇ રહ્યો છે. જેના જવાબમાં તંત્રથી તરફથી પણ કહેવાયુ કે ”અમે તો માસ્ક વિના ફરીશુ અને રેલીઓ પણ કરીશુ તમારે ચુપચાપ રહેવાનું અને કદાચ એટલે જ માસ્ક ફરજીયાત પહેરવાનું કહેવાતુ હશે.”

કોરોના

એનુ નામ મોદી સ્ટેડિયમ છે એટલે નો પ્રોબ્લેમ

અમદાવાદમાં હાઉસફુલ ક્રિક્રેટપ્રેમીઓ વચ્ચે પહેલી ટી-૨૦ મેચ શરૃ થઇ. શિવાલયોમાં ભક્તો ભેગા થઇ જાય તો કોરોના ફેલાય પણ અહીં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો ભેગા થશે તો કશુ નહી થાય? કદાચ ન પણ થાય કેમ કે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી છે. એવુ કટાક્ષમાં એક ફેસબુક યુઝરે લખ્યુ હતુ. તો એક યુઝરે લખ્યુ કે ગુજરાતમાં ખરેખર હિન્દુ ખતરામાં છે અહીં નવરાત્રિ અને શિવરાત્રિ જેવા પવિત્ર પર્વ પર પ્રતિબંધ અને ૧.૫ લાખ લોકો મેચ જોવા ભેગા થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33