Last Updated on March 4, 2021 by
પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને દિલ્હી સ્થિતી ભાજપ મુખ્યાલયમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શામેલ થવા માટે વડાપ્રધાન મોદી પણ ભાજપ કાર્યાલયે પહોંચ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, પહેલા આસામ પર ચર્ચા થશે, ત્યાર બાદ બંગાળ પર મંથન કરવામાં આવશે.
ચૂંટણી સમિતિની બેઠક
આ બેઠકમાં પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં શામેલ થવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. આ ઉપરાંત નીતિન ગડકરી, જિતેન્દ્ર સિંહ, બીએલ સંતોષ, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સૌનોવાલ પણ શામેલ થયા હતા.
Glimpses of BJP Central Election Committee Meeting at BJP headquarters in New Delhi. pic.twitter.com/Vd7MhTtQIR
— BJP (@BJP4India) March 4, 2021
બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી
પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા સીટ પર આઠ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચથી શરૂ થશે. ત્યાર બાદ 1 એપ્રિલ, 6 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ વોટિંગ થશે. પરિણામ 2 મેના રોજ જાહેર થશે.
આસામમાં ત્રણ તબક્કામાં મતદાન
આસામમાં કુલ 126 વિધાનસભા સીટો પર 3 તબક્કામાં વોટિંગ થશે. અહીં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ થશે. ત્યાર બાદ 4 એપ્રિલ અને 6 એપ્રિલે મતદાન થશે. આસામમાં હાલ ભાજપની સરકાર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31