GSTV
Gujarat Government Advertisement

સુરત/ જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું, કોંગ્રેસનો ભારે રકાસ

ભાજપ

Last Updated on March 3, 2021 by

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે રકાસ થયો હતો. નવમાંથી ચાર તાલુકા પંચાયતમાં કોગ્રેસની એક પણ બેઠક આવી નથી. તો જિલ્લા પંચાયતમાં 10 બેઠકોનો ફટકો પડયો છે. સિટી બાદ જિલ્લામાં આપના બે ઉમેદવાર જીત્યા છે.

ભાજપ

મતગણતરીમાં છેલ્લે સુધી ભાજપના ઉમેદવારોનો જ દબદબો

સુરત જિલ્લામાં નવ તાલુકા મથકે સવારથી શરૃ થયેલી મતગણતરીમાં છેલ્લે સુધી ભાજપના ઉમેદવારોનો જ દબદબો જોવા મળ્યો હતો. શરૃઆત ઓલપાડ તાલુકાથી થઇને છેલ્લે માંગરોળમાં હાથ ધરાયેલી મતગણતરી સુધી સર્વત્ર ભાજપની જ લહેર જોવા મળી હતી. સુરત જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકમાંથી પહેલા જ બે બેઠક ભાજપના ફાળે બિનહરીફ થઇ હતી. આજે મતગણતરી બાદ ૩૪ પૈકી માંડવીની બે બેઠક દેવગઢમાં કોગ્રેસના અનીલ ચૌધરી તથા માંડવીની જ ઘંટોલી બેઠક પરથી કોગ્રેસના બિપીન ચૌૈધરીનો વિજય થયો હતો. આ સિવાય તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો હાવી રહ્યા હતા.

ભાજપ

2015 કરતા ભાજપને 32 બેઠકનો ફાયદો, કોંગ્રેસે 47 ગુમાવી

૨૦૧૫ ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ ૪૦ બેઠક પૈકી ભાજપને ૨૭, કોંગ્રેસને ૧૨ અને અપક્ષને ૧ બેઠક મળી હતી. ૨૦૨૧માં ભાજપની પાંચ બેઠક વધી ૩૨ થઇ છે. જ્યારે કોંગ્રેસ ૧૨માંથી ઘટીને બે પર આવી ગયું છે. જોકે, આ વખતે કુલ બેઠકો ૩૬ હતી. જ્યારે ગત તાલુકા પંચાયતની ચૂંટણી કરતા આ વખતે ભાજપને ૨૭ બેઠક વધુ મળતા બંને મળી કુલ ૩૨ બેઠકનો ફાયદો થયો છે.

જયારે કોગ્રેસને આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૩૭ બેઠકનો અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૧૦ બેઠકો મળીને કુલ્લે ૪૭ બેઠકો નું નુકસાન થયુ છે. કોગ્રેસના ઉમેદવારો ચાર તાલુકા બારડોલી, ઉમરપાડા, ઓલપાડ અને કામરેજમાં ખાતુ પણ ખોલાવી શક્યા નથી.

સુરત જિલ્લા પંચાયતની સાથે જ નવે નવ તાલુકામાં મતદારોએ ભાજપને ખોબે ખોબે ભરીને મતો આપતા તમામ નવ તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી છે. જેમાં માંડવી તાલુકા પંચાયત બીજી વખત ભાજપે બહુમતિ મેળવી છે. નવ તાલુકાની કુલ ૧૮૪ બેઠકોમાંથી ૧૫૪ પર ભાજપ, ૨૬ પર કોગ્રેસ, બે પર આપ અને બે પર અપક્ષ ઉમેદવારોની જીત થઇ છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ જણાવ્યુ હતુ કે જિલ્લા પંચાયતમાં ૪૦ વર્ષ પછી આવુ પરિણામ આવ્યુ છે. કોગ્રેસના દિગ્ગજ નેતાઓની હાર થતા મતદારો ભાજપના વિકાસથી પ્રભાવિત હોવાનું ફલિત થાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33