Last Updated on March 15, 2021 by
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો, પૂર્વ ચીફ ઇકોનોમિક એડવાઇઝર અશોક લહીરી, મેન્ટ્રોમેન ઇ શ્રીધરન, ફિલ્મ સ્ટાર ખુશબૂ સુંદર તેમજ પાંચ સિટિંગ સાંસદોનો સમાવેશ થાય છે. ભાજપેએ પશ્ચિમ બંગાળમાં એક કેન્દ્રીય મંત્રી અને ચાર સાંસદો જ્યારે કેરળમાં બે સાંસદોને ટિકિટ આપી છે.
પશ્ચિમ બંગાળમાં કુલ 63 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે જ્યારે તમિલનાડુમાંથી 17 અને આસામ માટે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેવી જ રીતે કેરળની 112 બેઠકો પર પણ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીના જનરલ સેક્રેટરી અર્જુનસિંહે કહ્યું હતું કે ભાજપ કેરળમાં 140માંથી 115 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે બાકીની બચેલી બેઠકો સહિયોગી પક્ષોના ઉમેદવારોને આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોને ભાજપે ટોલીગૂંગે બેઠક પરથી ટિકિટ આપી છે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપે હાઇપ્રોફાઇલ લોકોને ટિકિટ આપી છે. જેમાં લોકસભાના સાંસદ નિશિત પ્રમાણીક, લોકેટ ચેટરજી, સિનિયર જર્નાલિસ્ટ અને રાજ્યસભાના સાંસદ સ્વપન દાસગુપ્તાનો પણ સમાવેશ થાય છે.
સાથે જ અનેક બેંગાલી ફિલ્મ પર્સનાલિટીને પણ ટિકિટ આપી હતી જેમાં તનુશ્રી ચક્રબર્તી, પાયલ સરકાર, બેપાલા પુરબા, એક્ટર યશ દાસગુપ્તાનો પણ સમાવેશ થાય છે. તેવી જ રીતે કેરળમાં પણ અનેક સેલિબ્રિટી અને જાણીતા ચેહરાને ભાજપે ટિકિટ આપી છે. જેમાં સૌથી મોટો ચેહરો મેટ્રો મેન તરીકે પ્રખ્યાત ઇ શ્રીધરન છે.
કેરળમાં ભાજપે 112 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અહીં ભાજપ ચાર પક્ષો બીડીજેએસ, એઆઇએડીએમકે, જેઆરએસ, કામરાજ કોંગ્રેસની સાથે ગઠબંધન છે. 25 બેઠકો તેણે સાથી પક્ષો માટે ખાલી રાખી છે. ઇ શ્રીધરનને પલક્કડ વિધાનસભાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31