GSTV
Gujarat Government Advertisement

ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી માટે શું ભાજપ પોતાનું ગાઇડલાઇન ભંગ કરવાનું વલણ બદલી શકશે? લીધો આ મોટો નિર્ણય

Last Updated on April 3, 2021 by

એક તરફ રાજ્યમાં કોરોનાની અતિગંભીર સ્થિતિ ઉભી થઇ છે તો બીજી તરફ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે ચૂંટણી દરમ્યાન અને ચૂંટણી પ્રચાર દરમ્યાન કોરોના ગાઈડલાઇનનું કેટલા અંશે પાલન કરવામાં આવશે તેના પર સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. તેમાં પણ ભાજપ પોતાના ગાઈલાઈન ભંગના વલણને જાળવી રાખશે કે તોડશે તે પણ લોકો જોઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારને લઈને ભાજપ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ ગાંધીનગર

રાજ્યમાં કોરોનાની નવી લહેર વચ્ચે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી છે. ત્યારે ભાજપે કોરોના સંક્રમણ વધે નહી તે રીતે ચૂંટણી પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ તો કોરોનાનો કેર રાજ્યભરમાં વધ્યો છે. અને હવે રહી રહીને ભાજપને કોરોનાના વધતા કેસની ચિંતા જોવા મળી રહી છે.

ભાજપ

ત્યારે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ જાહેર સભાઓ કે મોટા સંમેલન નહી કરે તેવો નિર્ણય કર્યો છે. ભીડના કારણે કોરોના સંક્રમણનો ખતરો હોવાથી ભાજપ ગ્રુપ મિટિંગ, ડોર ટુ ડોર પ્રચાર, કાર્યકરો સાથે બેઠક અને વોર્ડ સભાનું આયોજન કરી રહી છે… ઉમેદવારોને ટોળા ન થાય  તેની પણ સૂચના આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33