GSTV
Gujarat Government Advertisement

PKનું ચૈટ લીક: બંગાળમાં મમતાની ખસ્તા હાલત, મોદીમાં દેખાય છે ભગવાન, પ્રશાંત કિશોરે કર્યા ખુલાસા

Last Updated on April 10, 2021 by

બંગાળમાં શનિવારે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ક્લબ હાઉસ એપના કેટલાક ઓડિયો જાહેર કર્યા છે. આ ઓડિયો દ્વારા તેમણે મમતા બેનર્જીના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બંગાળમાં ભાજપ જીતી રહ્યું છે તેમ સ્વીકાર્યું હોવાનો દાવો કર્યો છે. 

પ્રશાંત કિશોરે ભાજપના દાવાને નકાર્યો

જો કે, પ્રશાંત કિશોરે ભાજપના આ દાવાને નકારી દીધા છે અને પાર્ટી તેમની વાતચીતના કેટલાક હિસ્સા જાહેર કરવાના બદલે સંપૂર્ણ વાતચીતનો અંશ જાહેર કરે જેથી સચ્ચાઈ સામે આવે તેવી માંગણી કરી છે. અમિત માલવીયે શનિવારે સવારે એક વીડિયો ટ્વીટ કર્યો હતો. તે વીડિયો ક્લબ હાઉસ એપ પર ચાલી રહેલી ચર્ચાના ઓડિયો રેકોર્ડિંગનો છે જેમાં પ્રશાંત કિશોર કેટલાક પત્રકારોના સવાલના જવાબ આપી રહ્યા છે. 

વીડિયોમાં પ્રશાંત કિશોર કહેતા સંભળાય છે કે, વોટ મોદીના નામ પર છે. હિંદુ હોવાના નામ પર છે. ધ્રુવીકરણ, હિંદી ભાષી, SC જ ચૂંટણીના ફેક્ટર છે. મોદી અહીં પોપ્યુલર છે. મતુઆ સમુદાય મોટી સંખ્યામાં ભાજપ માટે મતદાન કરી રહ્યો છે. બંગાળમાં ટીએમસી વિરૂદ્ધ એન્ટી ઈન્કેમ્બસી છે, મોદી વિરૂદ્ધ નહીં. બંગાળી રાજકારણની ઈકોસિસ્ટમ મુસ્લિમ મતો હાંસલ કરવાની રહી છે અને પહેલી વખત હિંદુઓને તેમની વાત થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. 

મમતા બેનર્જીએ હાર સ્વિકારી લીધી હોવાનો દાવો

આ ઓડિયોના આધારે ભાજપ પ્રશાંત કિશોરે પોતે જ મમતા બેનર્જીની હાર સ્વીકારી લીધી હોવાનો દાવો કરી રહ્યું છે. જો કે, પ્રશાંત કિશોરે સચ્ચાઈ સામે લાવવા ભાજપે આખો ઓડિયો રીલિઝ કરવો જોઈએ તેમ કહ્યું હતું. પ્રશાંત કિશોરના કહેવા પ્રમાણે તેઓ ‘ભાજપને લગભગ 40% મત કેવી રીતે મળી રહ્યા છે અને એવી ધારણા કેમ છે કે ભાજપ જીતી રહ્યું છે’ તેનો જવાબ આપી રહ્યા હતા. સાથે જ પ્રશાંત કિશોરે એવો કટાક્ષ પણ કર્યો હતો કે, તેમને એ જાણીને આનંદ થયો કે ભાજપ તેમની વાતને પોતાની પાર્ટીના નેતાઓથી વધુ મહત્વ આપે છે. 

ક્લબ હાઉસ એક એપ્લિકેશન છે જેમાં ઓડિયો કોન્ફરન્સ થઈ શકે છે. તેમાં થઈ રહેલી ચર્ચાનો કોઈ બીજા ફોન દ્વારા બનાવવામાં આવેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કારણ કે, ક્લબ હાઉસમાં રેકોર્ડિંગની સુવિધા નથી હોતી. ભાજપે તે વીડિયોના કેટલાક અંશ લીક કર્યા છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33