Last Updated on April 6, 2021 by
રેલ્વે કર્મચારીઓને સરકારે મોટી રાહત આપી છે. સાતમાં વેતન આયોગ અનુસાર રેલ્વેમાં નાઈટ ડ્યુટી કરતા કર્મચારીઓના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેના કારણે રેલ્વે કર્મચારીઓને મોટો ફાયદો થશે. રેલ્વેના નવા નિયમ પ્રમાણે રેલ્વે કર્મચારીઓની પાયાની સુવિધાને ધ્યાને લઈ જેમનો પગાર 43,600 રૂપિયાથી વધારે છે. તેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે. રેલ્વેના ડિપોર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT)એ ચિટ્ઠી લખી રેલ્વે વિભાગમાં અલગ-અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રેલ્વે કર્મચારીઓને મોટી રાહત
Northern Railwayના દિલ્હી મંડળના મહામંત્રી અનુપ શર્માના જણાવ્યા અનુસાર અત્યારે નાઈટ ડ્યુટી ભથ્થા પર હાલ તો રોક લગાવી દેવામાં આવી છે. કારણ કે રેલ્વે યૂનિયનો દ્વારા રેલ મંત્રાલય સામે નાઈટ ડ્યુટી ભથ્થા મામલે અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. રેલ યૂનિયન દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે, કે જો કોઈ કર્મચારીને નાઈટ ડ્યુટી ભથ્થું નથી આપવામાં આવતું તો એ કર્મચારીને રાત્રે ડ્યુટી પણ ન આપવી જોઈએ તેમ જણાવ્યું હતું.
ભથ્થું નક્કી કરવાની રીત
નાઈટ ડ્યુટી ભથ્થામાં કેલ્કયુલેશનના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમોને તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવમાં આવ્યો છે. જેમાં [(Basic pay+DA/200] આ નિયમ પ્રમાણે દરેક સરકારી વિભાગો અને મંત્રાલયોમાં આ નિયમ ટૂંક સમયમાં લાગુ કરી દેવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31