GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: મોડે મોડે જાગ્યું ગુજરાત ક્રિકેટ એસોસિએશન, T20 મેચમાં સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા દર્શકોને અપાશે પ્રવેશ

Last Updated on March 12, 2021 by

રાજ્યમાં જીવલેણ કોરોનાવાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચો યોજાવાની છે. બીજી તરફ ઘાતક કોરોનાના કહેર વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં કોવિડ-19 રોગચાળાને અનુલક્ષીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા નિવેદન ાપવામાં આવ્યું છે. સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.

સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માર્ચ 12, 2021થી માર્ચ 20,2021 સુધી રમાનારી પાંચ T20 ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. કોવિડ-19 રોગચાળા સંબંધિત તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનું પાલન કરવામાં આવી રહ્યું છે.

સંપૂર્ણ સ્ટેડિયમને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું

મળતી માહિતી મુજબ પ્રેક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સ્ટેડિયમને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું છે. કોવિડ-19 રોગચાળા સંબંધિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને તમામ જરૂરી સુરક્ષા પગલાંઓનું પાલન થાય તે માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.

ઇંગ્લેન્ડને ટેસ્ટ શ્રેણીમાં 3-1થી હરાવ્યા પછી ભારત હવે ટી-20 શ્રેણી જીતવાના મિશન સાથે ઇંગ્લેન્ડ સામે ઉતરશે. તમામ પાંચેય ટી-20 અમદાવાદમાં જ રમાનાર છે. મેચનો પ્રારંભ સાંજે 7.00થી થશે.

ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ શ્રેણી હારની હતાશા ખંખેરી નાંખવાની તક એ રીતેપણ છે કે ટી-20માં તેઓ વર્લ્ડ ચેમ્પિયન છે. મોર્ગનની કેપ્ટન્સી અને આ ફોરમેટની કાબેલીયતથી બધા પરિચિત છે. ટેસ્ટ ટીમના ફ્લોપ અને હતાશ ખેલાડીઓમાના મોટાભાગના આ ટી-20 ટીમમાં નથી. ડેવિડ માલન, મિડલ ઓર્ડરમાં તેઓનો સ્ટાર વિનર પૂરવાર થયો છે. સ્ટોક્સ, જેસોન રોય, બટલર, મોઇનઅલી, આર્ચર, સામ કરન, વુડ, બેરસ્ટો અને લિવિંગસ્ટન પણ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33