Last Updated on March 16, 2021 by
શેરબજારમાં લેવડદેવડ કરતાં ઇન્વેસ્ટર્સના ડિમેટ એકાઉન્ટ મારફતે થતી લેવડદેવડનો તમામ હિસાબ હવે ડિમેટ એકાઉન્ટ ચલાવતી સંસ્થાએ સરકાર સમક્ષ મૂકવો પડશે. શેર્સના ટ્રાન્ઝેક્શન ઉપરાંત મ્યુચ્યુલ ફંડ કંપનીઓએ તેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરનારા કરદાતાઓએ વેચાણ કરીને કેટલો કેપિટલ ગેઈન ટેક્સ મેળવ્યો છે તેની પણ વિગતો આપવી પડશે.
કેપિટલ ગેઈન ટેક્સ મેળવ્યો છે તેની પણ વિગતો આપવી પડશે
શેરબજારમાં લોન્ગ ટર્મ માટે રોકાણ કરીને પછી વેચાણ કરનારાને થયેલા કેપિટલ ગેઈન પર 10 ટકા અને શોર્ટ ટર્મ રોકાણ કરીને મેળવેલા કેપિટલ ગેઈન પર 15 ટકાના દરે વેરો લાગુ પડે છે. પરંતુ મોટાભાગના કરદાતાઓ કેપિટલ ગેઈનની આ આવક વેરાના રિટર્નમાં દર્શાવતા જ નથી.
આવકવેરા ખાતું આ વિગતો મેળવીને કરદાતાના ફોર્મ 26એએસમાં બતાવી દેવા માગે છે
પરંતુ આવકવેરા ખાતું આ વિગતો મેળવીને કરદાતાના ફોર્મ 26એએસમાં બતાવી દેવા માગે છે. પરિણામે કરદાતા રિટર્ન ફાઈલ કરવા બેસે ત્યારે જઆ વિગતો રિટર્નમાં જ રિફ્લેક્ટ થશે. પ્રીફિલ્ડ રિટર્નમાં જ આ વિગતો રિફ્લેક્ટ થશે. તેથી કરદાતા આ આવક છુપાવી શકશે જ નહિ. આ સ્થિતિમાં સીબીટીડી-સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે 13ંમી માર્ચે એક પરિપત્ર બહાર પાડયો છે.
આ પરિપત્રના માધ્યમથી એવો સ્ટોક એક્સચેન્જના સત્તાવાલાઓને એવો આદેશ કરવામાં આવ્યો છે કે કરદાતાને શેરબજારમાં કરેલા વહેવારોને કારણે થયેલી મૂડી લાભની એટલેકે કેપિટલ ગેઈનની તમામ વિગતો તેમણે આવકવેરા ધારાની કલમ 185બીએની જોગવાઈ હેઠળ આવકવેરા વિભાગને મોકલી આપવાની રહેશે. આ જ રીતે કંપનીઓને, બૅન્કોને અને પોસ્ટ ઑફિસોને પણ સીબીડીએ પરિપત્રના માધ્યમથી તેમને ત્યાં આવેલા મૂડીરોકાણ પર થયેલી વ્યાજની આવક અંગેનું સ્ટેટમેન્ટ ઑફ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન આપવા જણાવવામાં આવ્યું છે.
વ્યાજની આવક અંગેનું સ્ટેટમેન્ટ ઑફ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન આપવા જણાવવામાં આવ્યું
તેમની પાસે મુદતી થાપણો મૂકતા કરદાતાઓ 15 એચ એક 15જી ફોર્મ ભરીને ટીડીએસ કરવા દેતા નથી. ત્યારબાદ તેમને થયેલી આવકની વિગતો તેમના આવકવેરાના રિટર્નમાં ન દર્શાવીને વેરાની ચોરી કરે છે. હવે સરકારે બૅન્કો, પોસ્ટ ઑફિસ અને કંપનીઓ પાસે સીધી જ આ વિગતો મંગાવી છે. તેમણે ચૂકવેલા વ્યાજની વિગતો આવકવેરા વિભાગને મોકલવી પડશે.
ચૂકવેલા વ્યાજની વિગતો આવકવેરા વિભાગને મોકલવી પડ
આ જ રીતે દરેક કંપનીઓએ ચૂકવેલા ડિવિડંડની વિગતો પણ આવકવેરા ખાતાને મોકલવી પડશે. અત્યાર સુધી ડિવિડંડ વેરા મુક્ત હતું. પરંતુ નવા નાણાંકીય વર્ષથી ડિવિડંડની આવકમાંથી ટીડીએસ કરી લેવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. ડિવિડંડની આવક પર પણ ટીડીએસ ન કરવા માટે કેટલાક કરદાતાઓ ફોર્મ 15 એચ અને 15 જી ભરે છે. આ ફોર્મ ભર્યા બાદ તે આવક પણ રિટર્નમાં દર્શાવતા નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31