Last Updated on March 16, 2021 by
મહારાષ્ટ્રભરમાં વધતા જતાં કોરોનાના પ્રકોપથી રાજ્ય સરકારે લોકડાઉનના બદલે કઠોર પ્રતિબંધો ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લાદ્યા છે. જેમાં વર્ક ફ્રોમ હોમ કાર્ય કરવા પર અવલંબન રહેવું અને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ કઠોર પ્રતિબંધોમાં હોટેલ, રેસ્ટોરન્ટસ, સિંગલ થિયેટરોમાં ૫૦ ટકાની ક્ષમતાથી ચલાવવાના રહેશે, રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો પર મનાઈ કરી છે. શોપીંગ મોલ્સ પર કેટલાક પ્રતિબંધ મુકવો છે. જેમાં માસ્ક, સુરક્ષિત અંતર, સેનિટાઈઝર જેવો કોરોના નિયમને કઠોરતાથી પાલન કરવું. લગ્નમાં ૫૦ અને અંતિમ સંસ્કાર માટે ૨૦ જણને ઉપસ્થિત રહેવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે.
મહારાષ્ટ્રભરમાં વધતા જતાં કોરોનાના પ્રકોપથી રાજ્ય સરકારે લોકડાઉનના બદલે કઠોર પ્રતિબંધો ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લાદ્યા
રાજ્ય સરકારે નવી બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ આરોગ્ય સેવાઓ અને આવશ્યક સેવાઓથી સંબંધિત ઓફિસો સિવાય ૫૦ ટકાની ક્ષમતાથી કચેરી કાર્યરત હોવું જોઈએ. ઘરેથી કામ માટે પ્રોત્સાહન આપવું જોઈએ.ધાર્મિક સ્થળોના સંચાલનમાં પ્રતિ કલાક દર્શન આવતા લોકોની સંખ્યાને મર્યાદિત કરવી પડશે.હોટલ, સિનેમા થિયેટરમાં આવતાં લોકોને મોઢા માસ્ક પહેર્યા વગરનાને પ્રવેશ આપવો નહિં. આ સિવાય લોકોનું ટેમ્પ્રેચર માપવું, સેનિટાઈઝર મૂકવું. કોરોના પોઝીટીવ હોય પણ ખાસ લક્ષણ ન હોય તો હોમ ક્વોરન્ટીન કરવા. ૧૪ દિવસ ક્વોરન્ટીન કરવાનો સમાવેશ છે.
કોરોના પોઝીટીવ હોય પણ ખાસ લક્ષણ ન હોય તો હોમ ક્વોરન્ટીન કરવા
મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીનો પ્રકોપ વધતો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. પણ સંપૂર્ણ પણે લોકડાઉન મૂકવામાં બદલે આકરા પ્રતિબંધો મૂકવાની તજવીજ કરી રહી છે. રાજ્ય સરકારે કોરોનાને નાથવા કમરકસી છે. આજે દિવસભર રાજ્યમાં કોરોનાએ ૪૮ દરદીનો ભોગ લીધો હતો અને નવા ૧૫૦૫૧ કેસ નોધાયા છે. જ્યારે રાજ્યમાં ૧ લાખ ૩૦ હજાર ૫૪૭ સક્રીય દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે આપી હતી.
જ્યારે રાજ્યમાં આજે ૧૦,૬૭૧ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. આથી રાજ્યમાં આજ સુધી ૨૧,૪૪,૭૪૩ દરદી કોરોનાથી મુક્ત થયા છે. આથી રિકવરીનું પ્રમાણ ૯૨.૦૭ ટકા થયું છે. એટલે કે રિકવરીનું પ્રમાણ બે ટકા ઘટી ગયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨૩ લાખ ૨૯ હજાર ૪૬૪ થઈ છે. જ્યારે મરણાંકની સંખ્યા વધીને ૫૨,૯૦૯ થઈ છે. હાલમાં ૧,૭૬,૦૯,૨૪૮ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે. અત્યારે રાજ્યમાં ૬,૨૩,૧૨૧ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે અને ૬,૧૧૪ દરદીને સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાજ્યમાં હાલમાં ૧,૩૦,૫૪૭ કોરોના એક્ટીવ દરદી છે. જેમાં પુણેમાં સૌથી વધુ એક્ટીવ દરદીની સંખ્યા છે. જે ૨૬,૪૮૬ દરદી હોસ્પિટલમાં સારવાર લે છે. મુંબઈમાં ૧૪ હજાર ૫૮૨, થાણેમાં ૧૨ હજાર ૬૮૦ અને નાગપુરમાં ૧૮,૧૧૪ એક્ટીવ દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મધ્યપ્રદેશમાં ઘાતક વાયરસનો કહેર
મધ્યપ્રદેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજીતરફ છેલ્લા 24 કલાકમાં નવા 797 કેસો સામે આવ્યા છે, વર્ષ 2021માં આ પ્રથમ વખત બન્યું છેકે કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ત્રણના મોત પણ નિપજ્યા છે. પોઝીટીવ રેટ પણ આ વર્ષે વધીને 5.4% નોંધાયો છે. ઈંદોરમાં સૌથી વધુ 259 નવા કેસો સામે આવ્યા છે. આ કારણે રાજધાની ભોપાલમાં કલમ 144 સહિતન નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31