GSTV
Gujarat Government Advertisement

BIG NEWS : ગુજરાતમાં દારૂબંધીની શું મળી શકે છે છૂટ: હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, સુનાવણીમાં પ્રાઈવસી મામલે થઈ જોરદાર દલીલો

Last Updated on March 2, 2021 by

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા થયેલી પિટિશનોની આજથી એકસાથે સુનાવણી શરૂ થઇ છે. આજે રાજ્ય સરકાર દ્વારા પિટિશનોના વિરોધમાં રજૂઆત કરાઇ હતી કે વર્ષ 1951માં જ ગુજરાતની દારૂબંધીને બંધારણીય અને કાયદેસર ગણાવતો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. તેથી અરજદારો તેને આવી રીતે હાઇકોર્ટમાં પડકારી શકે નહીં. જેની સામે અરજદારોની રજૂઆત છે કે સામાન્ય લોકો તેમના ઘરમાં બેસી દારૂ પી શકે તે માટે કેટલીક જોગવાઇઓને આ રિટમાં પડકારવામાં આવી છે.

દારૂબંધી હટાવવા થયેલી પિટિશનોની આજથી એકસાથે સુનાવણી

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે જ્યારે ગુજરાત બોમ્બે સ્ટેટનો હિસ્સો હતું ત્યારે તત્કાલિન બોમ્બે પ્રોહિબિશન એક્ટને પડકારવામાં આવ્યો હતો. એફ.એન. બલસારા વિરૂદ્ધ બોમ્બે સ્ટેટના આ ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે વર્ષ 1951માં ગુજરાતમાં લાગુ દારૂબંધીને બંધારણીય અને યોગ્ય ઠેરવી હતી. જેથી હવે આ કાયદાને અરજદારો હાઇકોર્ટમાં પડકારી રહ્યા છે.

રાઇટ ટુ પ્રાઇવસીનું કારણ આપી હવે આ કાયદાને પડકારી ન શકાય

રાઇટ ટુ પ્રાઇવસીનું કારણ આપી હવે આ કાયદાને પડકારી ન શકાય. જે-તે સમયે સુપ્રીમ કોર્ટ જ કાયદાને યોગ્ય ઠેરવી ચૂકી છે તો તેને પડકારતી અરજી સુપ્રીમમાં થવી જોઇએ, નહીં કે હાઇકોર્ટમાં. અત્યારે સિનિયર વકીલોનું તારામંડળ આ મુદ્દે દલીલ કરવા હાજર થયું છે પરંતુ આ પિટિશનો ટકવાપાત્ર નથી.

જેની સામે અરજદારો તરફથી રજૂઆત કરાઇ હતી કે તેઓ સમગ્ર કાયદાને પડકારી રહ્યા નથી, કાયદાની અમુક જોગવાઇઓને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી કરી રહ્યા છે.

તત્કાલિન બોમ્બે પ્રોહિબિશન એક્ટ અને વર્તાન ગુજરાત પ્રોહિબિશન એક્ટની એક જોગવાઇ પ્રમાણે ગુજરાતમાં દારૂના ટ્રાન્સપોર્ટેશન, ખરીદ-વેચાણ, ઉપયોગ અને કબ્જા પર પ્રતિબંધ ફરમાવાયો છે. કોઇ વ્યક્તિ તેના ઘરમાં બેસી દારૂ પીવા માગતી હોય તો રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ તેને આ છૂટ મળવી જોઇએ. તેવી જ અરજદારોની માગણી છે. પ્રોબિબિશન કાયદાની આ ચોક્કસ જોગવાઇઓને જ વર્તમાન કેસમાં પડકારવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33