Last Updated on March 18, 2021 by
જૈન તિર્થ પાલિતાણા ખાતે દર વર્ષે આયોજીત થતી છ’ગાઉની યાત્રા મોકુફ રાખવામાં આવી છે. છ’ગાઉની યાત્રા મોકુફ રહી હોય તેવું પહેલીવાર બન્યુ છે. આગામી ફાગણ સુદ 13ને શુક્રવાર તા. 26-03-2021ના દિવસે યોજાનારી છ’ગાઉની યાત્રા કોરોનાના વધાતા સંક્રમણ અને સરકારની સુચનાઓને ધ્યાનમાં રાખીને છ’ગાઉની યાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારની સુચનાઓને ધ્યાનમાં રાખીને છ’ગાઉની યાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય
ઉલ્લેખનિય છે કે, પાલિતાણાના સ્થાનિક લોકોમાં ઢેબરા તેરસ તરીકે ઓળખાતી છ’ગાઉની યાત્રા ગત વર્ષે 07 માર્ચના રોજ યોજાઈ હતી અને તે બાદથી સમગ્ર દેશમાં 22 માર્ચથી જનતા કરફ્યૂ અને લોકડાઉનની જાહેરાત થઈ હતી ત્યારે છ’ગાઉની યાત્રા મોકુફ રહી હોય તેવું પહેલીવાર બન્યું છે.
છ’ગાઉની યાત્રા મોકુફ રહી હોય તેવું પહેલીવાર બન્યું
સામાન્ય રીતે આ છ’ગાઉની યાત્રામાં દેશભરમાંથી દર વર્ષે સરેારશ 50 થી 70 હજાર લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે ભારતભરના જૈન સંઘો પોતાના શહેરના ઉપાશ્રયમાં આ ભાવ યાત્રા કરશે. આ છ’ગાઉની યાત્રા મોકુફ રહેતા જૈન તિર્થક્ષેત્ર પાલિતાણાના સ્થાનિક વેપાર પર 40 થી 50 કરોડનો ફટકો પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31