GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: વડોદરાની સયાજીરાવ યુનિમાં કોરોના વિસ્ફોટ,70થી વધુ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો કોરોના સંક્રમિત

Last Updated on April 2, 2021 by

વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે..અને વિવિધ ફેકલ્ટીના 70થી વધુ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો કોરોના સંક્રમિત બન્યા છે..એમ.એસ. યુનિવર્સિટીમાં સૌથી વધુ ટેકનોલોજી ફેકલ્ટીના 21 આધ્યાપકો કોરોના સંક્રમિત થયા છે..ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં આઈઆઈએમ અને જીટીયુમાં પણ કોરોના વિસ્ફોટ થયેલો છે..અને હવે વડોદરાની મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીમા કોરોના વિસ્ફોટ થયો છે.

મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીમા કોરોના વિસ્ફોટ થયો

May be an image of text that says "GSTV GS U વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, ૭૦થી વધારે વિધયાર્થીઓ અને પ્રોફેસરો સંક્રમિત વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ વિવિધ ફેકલ્ટીના ૭૦થી વધારે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો કોરોના સંક્રમિત સૌથી વધુ ટેકનોલોજી ફેકલ્ટી ના ૨૧ અધ્યાપાકો કોરોના સંક્રમિત અમદાવાદમાં આઈઆઈએમ અને જીટીયુમાં પણ કોરોના વિસ્ફોટ"

શહેરમાં કોરોના વિકરાળ સ્વરૃપ ધારણ કરી રહ્યો છે.ચોલીસ કલાકમાં કોરોનાની સારવાર લેતા વધુ ૧૭ દર્દીઓના મોત થયા છે.જોકે,સત્તાવાર યાદી મુજબ માત્ર એક જ દર્દીનું મોત થયુ છે.શહેર તેમજ શહેર નજીકના ગામડાઓમાં રહેતા ૫,૫૨૩ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.જે પૈકી ૩૯૧ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

૩૯૧ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

કોરોનાના કેસમાં  રોજેરોજ ઉછાળો થઇ  રહ્યો છે.ત્યારે કોરોનાની સારવાર લેતા દર્દીઓના મોતના આંકડા પણ વધી  રહ્યા છે.શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ ૧૭ લોકોના મોત થયા છે.જેમાં,તાંદલજાના ૫૫ વર્ષના પ્રૌઢ,પાણીગેટના ૪૬ વર્ષના પ્રૌઢ,ગોત્રીના ૪૫ વર્ષના યુવાન,અકોટાના ૬૧ વર્ષના વૃદ્ધ,આજવારોડના ૮૧ વર્ષની વૃદ્ધા,આજવારોડના ૬૨ વર્ષના વૃદ્ધ,લક્ષ્મીપુરાના ૪૧ વર્ષના યુવાન અને અકોટાના ૫૪ વર્ષના પ્રૌઢનો સમાવેશ થાય છે.આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ માત્ર એક જ દર્દીનું મોત થયુ છે.

કોરોનાના કેસમાં  રોજેરોજ ઉછાળો થઇ  રહ્યો છે

જ્યારે શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૫,૫૧૩ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા.કુલ ૩૯૧ના રિપોર્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૮,૭૮૦ પર પહોંચ્યો છે.શહેરમાં કુલ ૧,૯૬૫ લોકો પોઝિટિવ છે.જે  પૈકી ૧૭૪ દર્દીઓ ઓક્સિજનના સપોર્ટ પર છે.જ્યારે ૧૦૪ વેન્ટિલેટર પર છે.કોરોનાની સારવાર લેતા કુલ ૨૦૨ દર્દીઓને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.અત્યાર સુધી કુલ ૨૬,૫૬૪ દર્દીઓની હાલત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા કે ઓછી અસરવાળા કુલ ૬,૬૭૩ દર્દીઓને  હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં કરવામાં આવેલા ટેસ્ટિંગ દરમિયાન તાવના ૭૧ દર્દીઓ મળી આવ્યા છે.ધન્વંતરી રથની કામગીરી દરમિયાન કુલ ૩,૧૭૩ લોકોના હેલ્થની ચકાસણી કરવામાં આવી હતી.આ ચકાસણીમાં તાવના ૨૧ અને શરદી ખાંસીના ૮૮ દર્દીઓ મળી આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33