Last Updated on April 1, 2021 by
વડોદરામાં કોરોનાની મહામારી વચ્ચે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં 8 બાળકો કોરોનાથી સંક્રમિત થતાં તંત્રમાં દોડધામ મચી છે. બીજી તરફ શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ 25 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હોસ્પિટલ દ્વારા બાળકો માટે અલગથી આઇસોલેશન સુવિધા ઉભી કરાઇ છે. પરંતુ હવે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થતાં મેડિકલ જગત માટે મોટો પડકાર ઉભો થયો છે.
આઇસોલેસન ફેસિલિટી ઉભી કરાઈ
- એસ.એસ.જી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ માં 8 બાળકો કોરોના પોઝિટિવ..
- બાળકોની સારવાર માટે નવું એનકોઝર ઉભું કરાયું
- આઇસોલેસન ફેસિલિટી ઉભી કરાઈ
- શહેર ની અન્ય ખાનગી હોસ્પિટલમાં 25 જેટલા બાળકો પણ કોરોના પોઝિટિવ
- બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી સમસ્યા ના મંડાણ..
- બાળકો પણ કોરોના ની ચપેટ માં.આવતા મેડિકલ જગત માટે મોટો પડકાર, સયાજી હોસ્પિટલ માં આવેલો છે બાળ રોગ નો વિભાગ
શહેરમાંકોરોનાના કેસ જે ગતીએ વધી રહ્યા છે તે ગતીએ કોરોનાના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. વડોદરામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન કોરોનાના એક દર્દીનું મોત થયુ હોવાનુ તંત્રએ નોંધ્યુ છે તો બિનસત્તાવાર રીતે ૪૮ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરામાં કોરોનાની એન્ટ્રીને આજે ૩૭૬ દિવસ પુરા થયા. આ ૩૭૬ દિવસમાં આજે સૌથી વધુ ૩૯૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો સત્તાવાર રીતે એક દર્દીનું મોત થયુ હતુ જ્યારે ૨૪ કલાકમાં કોવિડ ગાઇડ લાઇન મુજબ અંતિમવિધિ થઇ હોય તેવા મૃતકોની સંખ્યા ૪૮થી પણ વધુ છે જો કે આ મોતની નોંધ કોવિડ મોત તરીકે તંત્ર નોંધતુ નથી પરંતુ સામાન્ય મોતમાં જ ખપાવી રહ્યું છે. આ ૪૮ મોતમાં વડોદરા શહેર ઉપરાંત વડોદરા ગ્રામ્ય, અન્ય જિલ્લા અને અન્ય રાજ્યના મૃતકોનો પણ સમાવેશ થાય છે. આજે ૧૮૫ દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી.
આ સાથે વડોદરામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૮,૩૮૯ થઇ છે તેની સામે ૨૬,૩૬૨ દર્દીઓ સાજા પણ થયા અને સત્તાવાર રીતે ૨૫૦ દ૪દીઓના મોત થયા તો બિનસત્તાવાર રીતે ૨,૮૨૫ દર્દીઓના મોત થયા હતા. હાલમાં કોરોનાના ૫,૨૦૪ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ૯૭૦ વેન્ટિલેટર ઉપર, ૨૦૦૯ ઓક્સિજન ઉપર અને ૨,૨૨૮ દર્દીઓ સામાન્ય સ્થિતિમાં સારવાર લઇ રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31