Last Updated on March 17, 2021 by
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસના વધતા કેસને પગલે રાત્રિ કર્ફયુમાં વધારા તવાની સાથે સાથે સખ્ત નિર્ણય પણ લાગું કરવામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય અઢાર તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ કોર્પોરેશન દ્વારા કરાવવાનો તંત્રે નિર્ણય લીધો છે.
કોર્પોરેશન દ્વારા કરાવવાનો તંત્રે નિર્ણય લીધો
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની સ્થિતિ ગત વર્ષે માર્ચ મહિનામાં હતી તેવી જોવા મળી રહી છે.મંગળવારે નવા 241 કોરોનાના કેસ નોંધાયા છે.ઉપરાંત બે સંક્રમિત દર્દીઓના મોત થયા છે.શહેરમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં કોરોનાના કુલ 446 કેસ નોંધાયા છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ 60992 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે. હાલમાં શહેરમાં કોરોનાના કુલ 587 એકિટવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું
આ અંગે મળતી માહીતી મુજબ,સોમવારે શહેરમાં કોરોનાના કુલ 205 કેસ નોંધાયા હતા.મંગળવારે નવા 241 કેસ નોંધાતા શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ મળીને 60992 કેસ નોંધાવા પામ્યા છે.મંગળવારે કુલ 146 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 58043 લોકો કોરોનાથી મુકત થયા છે.
શહેરમાં મંગળવારે વધુ બે સંક્રમિત દર્દીના મરણ થતાં અત્યાર સુધીમાં કુલ 2269 લોકોના મોત થવા પામ્યા છે.નોંધપાત્ર બાબત એ છે કે,શહેરમાં એકિટવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.સોમવારે અમદાવાદ શહેરમાં કુલ 530 એકિટવ કેસ હતા.જયારે મંગળવારે આ સંખ્યા વધીને 587 ઉપર પહોંચવા પામી હોવાનું મ્યુનિસિપલ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31