GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: અમદાવાદના નવા મેયર તરીકે કીરીટ પરમારની થઈ જાહેરાત, ડે. મેયર પદ પર ગીતાબેન પટેલના નામની જાહેરાત

Last Updated on March 10, 2021 by

અમદાવાદ શહેરને આજે નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. મહાનગરપાલિકાની બોર્ડની આજે બેઠક યોજાઈ રહી છે. પાલડીમાં આવેલા ટાગોર હોલમાં બોર્ડ બેઠકનું આયોજન કરાયુ છે..અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકાને નવા મેયર મળ્યાં છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.

  • અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી
  • સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત કરવામાં આવી છે.
  • પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

પાલડીમાં આવેલા ટાગોર હોલમાં બોર્ડ બેઠકનું આયોજન કરાયુ છે.. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કોર્પોરેટર્સ વચ્ચે યોગ્ય અંતર જળવાય તેવી રીતે બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયુ છે.. સમગ્ર હોલને સેનેટાઇઝ કરવામા આવ્યો છે.

શહેરના નવા નગરપતિ કોણ બનશે એ સસ્પેન્સ ઉપરથી આખરે પડદો ઉચકાઇ ગયો છે.મેયર પદ માટેના પ્રબળ દાવેદારોમાં ઠકકરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર અને વાસણા વોર્ડના હીંમાશુ વાળાના નામ ચર્ચામાં હતાં.ઠકકરબાપાનગરના કિરીટ પરમારની આ ત્રીજી ટર્મ છે.

  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટ
  • કિરીટ પરમાર બન્યા અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર
  • ગીતાબેન પટેલ બન્યા ડેપ્યુટી મેયર
  • અરુણસિંહ રાજપૂત બન્યા એએમસીના દંડક
  • મહાનગરપાલિકામાં પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટ

અમદાવાદ શહેરમાં સતત ચોથી વખત 160 બેઠકો જેટલી બહુમતી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવ્યા બાદ આજે પાલડી ખાતે આવેલા ટાગોરહોલ ખાતે મળનારા નવી ટર્મના પહેલા મ્યુનિ.બોર્ડમાં શહેરના મેયર,ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના અંતિમ બાર સભ્યોના નામ અને એએમટીએસના આઠ સભ્યોના નામો પણ જાહેર કરવામાં આવ્યા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33