GSTV
Gujarat Government Advertisement

કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં રાજકોટ કોર્પોરેશને શું લીધો મોટો નિર્ણય ? જાણી લો શું બંધ કરવાની કરી જાહેરાત

Last Updated on March 19, 2021 by

રાજકોટમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સફાળા જાગેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના કેસોને રોકવા માટે ધડાધડ નિર્ણય લેવા માંડ્યા છે. રાજકોટમાં વધતા કેસને રોકવા માટે શનિવાર ને આવતી કાલથી બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ કરવાનો નિર્ણય લીધો છે. હારશે કોરોના, જીતશે ગુજરાત, જીતશે રાજકોટના મોટા મોટા નારાઓને કોરોનાના નવા રાઉન્ડે ઉલટાવી નાંખ્યા છે. દિવાળી પછીની ભીડ બાદ ચૂંટણી ટાણે સભાઓ, રેલીઓ, મેળાવડાંમાં ગઈકાલ સુધી નેતાઓના નિયમભંગ અને ભીડના દ્રશ્યો અને તેનાથી પ્રેરણા લઈને લોકોએ પણ લીધેલી છૂટછાટનું પરિણામ આજે કોરોનાએ જાહેર કર્યું છે. કેસો વધીને આજે ૯૮એ પહોંચ્યા હતા અને ફરી રાજકોટ કોરોનાગ્રસ્ત બની ગયું છે.

ચૂંટણીમાં કોંગ્રેસ-આપ વિરુધ્ધ ભાજપને જંગી જીત મળી ગઈ છે પણ લોકોનો તીવ્ર વિરોધ છતાં વેક્સીનેશન વધારવાના સમયે અને ક્રમશઃ ૭ અનલોક જાહેર કર્યા પછી કર્ફ્યુ લાદીને કોરોના પાસે પરોક્ષ રીતે કારમી હાર સ્વીકારાઈ છે. રાજકોટ શહેરમાં આવેલા 150 જેટલા બગીચા બંધ કરવામાં આવ્યા છે. કોરોના ન ફેલાય તે માટે મનપાએ આ નિર્ણય લીધો છે. સાથે સાથે ચેતવણી પણ અપાઈ છે કે, લોકો તકેદારી નહિ રાખે તો સંક્રમણ વધી શકે છે. રાજકોટ મનપાના ઇન્ચાર્જ કમિશનર બી.જી પ્રજાપતિએ માહિતી આપી કે , રાજકોટમાં કોરોનાના કેસો વધતાં આ નિર્ણય લેવાની ફરજ પડી છે અને લોકો સતર્કતા નહીં બતાવે તો કોરોનાના કેસો વધી શકે છે.

રાજકોટમાં એક માસમાં જ દૈનિક કોરોના કેસો વધીને ૪ ગણા થઈ ગયા છે. આજે એક દિવસમાં જ ૯૮ પોઝીટીવ કેસ નોંધાયા છે અને હજુ ટેસ્ટીંગ વધતા આ આંકડો ૧૦૦ને પાર થવાની ભીતિ છે. તો આ સાથે કોરોનાની અસરથી રોજ રોજ મૃત્યુનો સિલસિલો પણ ફરી શરુ થયો છે.

સત્તાવાર આંકડાકીય વિગતો મૂજબ (૧) તા.૧૯ ફેબુ્રઆરીએ (મતદાન પૂર્વે) રાજકોટમાં ૧૫,૮૦૫ કેસો આજે ૧૦ ટકા ,૧૫૫૦ વધીને ૧૭,૨૫૨ ઉપર પહોંચ્યા છે. (૨) ૯૮.૨૫ ટકાનો રિકવરી રેટ કોરોનામુક્તિ તરફની પ્રગતિ દર્શાવતો હતો તેમાં ૧ ટકાનો ઘટાડો થયો છે. (૩) મહિના પહેલા હોસ્પિટલમાં માત્ર ૮૫ લોકો સારવાર લેતા હતા અને કોવિડ સેન્ટરો બંધ થયા તો હોસ્પિટલો બંધ થઈ રહી હતી ત્યારે આજે આ સંખ્યા મહિનામાં ત્રણ ગણી વધીને ૩૨૪ પહોંચી છે. (૪) પહેલા માત્ર ૮૯૬ એટલે કે ૧૦૦૦થી ઓછા ટેસ્ટ થતા તેમાં પણ ૨.૪૬ ટકા પોઝીટીવ દર્દીઓ મળતા ત્યારે હવે ટેસ્ટની સંખ્યા વધારીને ૨૫૦૦થી વધુ કરાઈ છે અને પોઝીટીવીટી રેટ વધીને ૩.૨૦ સુધી પહોંચ્યો છે. મતલબ, હજુ વધુ ટેસ્ટ જરૂરી છે અને તે થશે તો દૈનિક કેસો ૧૦૦ને પાર થશે.

કોરોનાને કંટ્રોલમાં લેવા માટે (૧) વેક્સીનેશન વધારવું (૨) માસ્ક-ડિસ્ટન્સની અમલવારી માત્ર નેતાઆથી જ શરુ કરવી (૩) હાથીપગાના જંતુની જેમ કોરોના રાત્રિના જ આવે તેવું નથી, તે સાદી સમજણ સ્વીકારી કર્ફ્યુને બદલે ટોળા-ભીડ ઘટાડવા પર એનફોર્સમેન્ટ કરવું (૪) સિવિલ અને આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ-સુવિધાઓ વધારવા વગેરે જરૂરી છે. ભૂતકાળમાં જ્યારે કર્ફ્યુ લાદ્યો ત્યારે કોરોના કંટ્રોલ ન્હોતો થયો પણ પછી વહેલુ નિદાન-સારવારથી થયો તે હકીકત સ્વીકારીને નિર્ણય લેવાની જરૂર છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33