GSTV
Gujarat Government Advertisement

ખુશખબર: હજારો ભારતીયોને થશે ફાયદો, બાઈડને ટ્રમ્પે લગાવેલા પ્રતિબંધને આગળ ન લંબાવ્યો, આ વિઝા થશે હવે ઈશ્યૂ

Last Updated on April 2, 2021 by

અમેરિકાના પ્રમુખ જો બાઇડેન એચ-૧બી સિહિતના વિદેશી કર્મચારીઓના વિઝા પરનો પ્રતિબંધને સમાપ્ત થઇ જવા દીધો છે એટલે કે આ પ્રતિબંધને આગળ વધાર્યો નથી. અગાઉના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી સહિતના વિદેશી કર્મચારીઓના વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધના નોટિફિકેશનની અવધિ સમાપ્ત થઇ ગઇ હતી અને બાઇડેને આ પ્રતિબંધને ચાલુ ન રાખવાનો નિર્ણય લેતા હજારો આઇટી પ્રોફેશનલને લાભ થશે. હવે નવા એચ-૧બી વિઝા ઇશ્યુ કરવામાં આવશે.

ટ્રમ્પે હંગામી ધોરણે લગાવ્યો હતો પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લોકડાઉનના સમયમાં જૂન મહિનામાં ટ્રમ્પે એચ-૧બી સહિતના નોન ઇમિગ્રન્ટ કે ટેમ્પરરી વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ટ્રમ્પનું માનવું હતું કે આ પ્રકારના વિઝા ધરાવતા લોકો અમેરિકામાં રહેશે તો તેનાથી આર્થિક રિકવરીના સમયમાં અમેરિકાના લેબર માર્કેટને નુકસાન થશે.

ટ્રમ્પે આપ્યો હતો આવો હવાલો

૩૧ ડિસેમ્બરના રોજ ટ્રમ્પે આ પ્રતિબંધના નોટિફિકેશનની મુદ્દત વધારી ૩૧ માર્ચ, ૨૦૨૧ કરી દીધી હતી. તે સમયે ટ્રમ્પે જણાવ્યું હતું કે મહામારીને કારણે લાખો અમેરિકનોનું જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. બેકારીનો દર ખૂબ જ વધી ગયો છે અને સમગ્ર અમેરિકામાં કર્મચારીઓ સામે ગંભીર આર્થિક પડકાર રહેલો છે.

બાઈડને ચૂંટણી પ્રચારમાં આપ્યુ હતું વચન

જો કે બિડેને ૩૧ માર્ચ પછી આ નોટિફિકેશનને આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે બાઇડેને ચૂંટણી પ્રચારમાં જ વચન આપ્યું હતું કે તે એચ-૧બી વિઝા પરના પ્રતિબંધ દૂર કરશે. તેમણે ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓને ક્રૂર ગણાવી હતી.

આજે સાથે જ અમેરિકન કંપનીઓ ટેલેન્ટેડ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખી શકશે. બુધવારની મધરાત સુધી બાઇડેન દ્વારા કોઇ નોટિફિકેશન જારી કરવામાં ન આવતા નવા એચ-૧બી વિઝા ઇશ્યુ કરવા પરનો પ્રતિબંધ ઓટોમેટિક દૂર થઇ ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33