GSTV
Gujarat Government Advertisement

Big News/ લાખો ભારતીયોને અમેરિકાના કાયદેસર નાગરિક બનવાનો માર્ગ મોકળો, વસાહતીઓને ગ્રીનકાર્ડ આપતું બિલ યુએસ હાઉસમાં પાસ

અમેરિકા

Last Updated on March 20, 2021 by

અમેરિકામાં વસતા લાખો ગેરકાયદેસરના વસાહતીઓને રાહત આપતા બે મહત્વના બિલ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવે પસાર કરી દીધા છે. પરીણામે હવે અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા લાખો વસાહતીઓ, કેટલાક પ્રવાસી મજૂરો અને એચવન-બી વિઝા હેઠળ કાયદેસર રીતે અમેરિકા આવેલા લોકોના બાળકો માટે નાગરિકત્વનો માર્ગ મોકળો થશે.

યુએસ હાઉસમાં 228-197 મતથી બિલ પાસ

હવે આ બિલ સેનેટમાં રજૂ થશે, જ્યાં પસાર થયા પછી તે પ્રમુખ બાઈડેનના હસ્તાક્ષર સાથે કાયદો બની જશે. અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં 228 વિ. 197 મતે પસાર કરવામાં આવેલું અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ 2021 અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લાખો લોકોને રાહત આપતું બિલ છે. રાષ્ટ્રપતિ જો બિડેને આ બિલનું સ્વાગત કર્યુ છે. તેમણે આ બિલને દેશની ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાની દિશામાં પ્રથમ પગલું ગણાવ્યું હતું.

અમેરિકા

યુએસની ઈમિગ્રેશન સિસ્ટમમાં સુધારાની દિશામાં પ્રથમ પગલું

આ ઉપરાંત પાંચ વગદાર ડેમોક્રેટ સેનેટરોએ રાષ્ટ્રપતિ જો બિડેનને વિનંતી કરી છે કે તેમના પુરોગામની ટ્રમ્પે એચવન-બી વિઝા સહિતના કેટલાક વિઝા પર લાદેલો પ્રતિબંધ દૂર કરવામાં આવે. સેનેટરોે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ ઓછા વેતનવાળા વ્યવસાયોને જ લક્ષ્યાંક બનાવે છે અથવા તો વિઝા ધારકે ખાતરી આપવી પડે છે કે તે અમેરિકન કામદારનું સ્થાન નહીં લે.

આ બિલના લીધે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (ટીપીએસ) ધારકો, બાળકને લઈને આવેલા યુવા દંપતીઓને અત્યંત રાહતની લાગણી થશે. બિડેને જણાવ્યું હતું કે હું આ બિલને સમર્થન આપું છું અને આ મહત્ત્વનો કાયદો પસાર કરવા બદલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની પ્રશંસા કરૂ છું.

અમેરિકા

પાંચ લાખથી વધુ ભારતીયોને થશે ફાયદો

અમેરિકામાં આવેલા ડ્રીમરો મુખ્યત્વે એવા ગેરકાયદેસરના વસાહતીઓ છે જે બાળકો સાથે આવ્યા છે. આવા લગભગ 1.1 કરોડ લોકો દસ્તાવેજ વગરના છે. તેમા ભારતના પાંચ લાખથી વધુ લોકો છે, એમ બિડેને ગયા વર્ષે નવેમ્બરમાં જારી કરેલા પોલિસી ડોક્યુમેન્ટમાં જણાવ્યું હતું. બીજાની સાથે આ બિલમાં લીગલ ડ્રીમર્સને રાહત પૂરી પાડવામાં આવી છે.

આ લીગલ ડ્રીમર્સ એટલે કે એચવન-બી વીઝા પર આવેલા કેટલાય નોન-ઇમિગ્રન્ટ કામદારોના વિદેશમાં જન્મેલા બાળકો જે 21 વર્ષની વય થતા સુધીમાં ત્યાંના નાગરિક તરીકેનો કાયદાકીય દરજ્જો ગુમાવે છે. હવે તેમને કાયદાકીય દરજ્જો મળવાથી તેઓ તેમના અમેરિકન ડ્રીમ સાર્થક કરી શકશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33