GSTV
Gujarat Government Advertisement

ભુતેશ્વરીમાં સ્મશાન પર ભૂમાફિયાઓનો કબ્જો, મોતનો મલાજો પણ ન સચવાતા ગ્રામજનોમાં આક્રોશ

Last Updated on March 10, 2021 by

દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાના પેટા પરામાં ભુતેશ્વરી ગામમાં મોતનો મલાજો પણ નથી સચવાતો. ગામમાં આવેલ એક માત્ર સ્મશાન પર ભૂમાફિયાઓ દ્વારા કબ્જો કર્યા બાદ લાશને ખુલ્લામાં બાળવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે. વર્ષો જૂની સ્મશાનની જગ્યામાં એકાએક ફેંસિંગ અને માટીકામ થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભૂમાફિયાઓની દાદાગીરી એટલી છે કે ગામનું એક માત્ર સ્મશાન તોડી પાડવામાં આવ્યું છે.

RTI દ્વારા સ્મશાન માટે પંચાયત દ્વારા વર્ષોથી કઈ જમીન ફાળવી છે તે અંગે ગ્રામજનોની માંગ

સ્મશાનની જમીન પર કબ્જા અંગે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આર.ટી.આઇ દ્વારા સ્મશાન માટે પંચાયત દ્વારા વર્ષોથી કઈ જમીન ફાળવી છે તે અંગે ગ્રામજનોએ માંગણી કરી છે. દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાના પેટા પરામાં ભૂતેશ્વરી ગામમાં સ્મશાનની જગ્યાને પણ માટી નીચે દબાવવાની કોશિશ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.

ગ્રામજનો દ્વારા દહેગામના મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

અનેકો વખત મૌખિક રજૂઆત કરાઇ છે છતાં પણ કોઈએ વાત સાંભળી ન હોતી. અંતે હવે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો અને દહેગામના મામલતદારને આવેદન પત્ર આપવામાં પણ આવ્યું છે. છેલ્લાં 6 મહિનાથી ગ્રામજનોની વાતને કોઈ જ નહીં સાંભળતા અંતે RTI દ્વારા માહિતી પણ માંગવામાં આવી છે. આ સમગ્ર બાબતે તંત્રની મીલીભગતની પ્રબળ શક્યતાઓ છે. સ્મશાનની જગ્યા પર કબ્જો કરીને તેમાં બાંધકામ અને ફેન્સિંગનું કામ કરી રહેલાં લોકો કોણ છે? શું આ લોકો દ્વારા આ જગ્યાનો ગેરકાયદે કબ્જો કર્યો છે કે પછી અધિકારીઓની મિલીભગત કરીને કાગળિયા કરીને મોટો વહીવટ કરીને સેટિંગ પાડવામાં આવ્યું છે જેવાં અનેક સવાલો ઊભા થાય છે.

અગાઉ બોપલ તળાવ પાસેથી પણ પાટીદારોનું સ્મશાન ગાયબ થયાનો મામલો સામે આવ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આવી જ એક ઘટના અમદાવાદના સૌથી પોશ વિસ્તાર બોપલનો સામે આવ્યો હતો. બોપલ તળાવ પાસે સર્વે નંબર 230માં પાટીદારોનું સ્મશાન હતું તે રાતોરાત ગાયબ કરી દેવાયું. તો બીજી બાજુ સર્વે નંબર-2માં જે રહેણાંક વિસ્તાર છે ત્યાં ઠાકોર સમાજના સ્મશાનમાં કોઈ પણ જાતની પરવાનગી વિના રાતોરાત ગેરકાયદે બાંધકામ શરૂ કરી દેવાતા રહીશો ધરણાં પર ઉતર્યા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33