Last Updated on April 8, 2021 by
કોરોનાની કપરી પરિસ્થિતીને જોતા મધ્ય પ્રદેશમાં હવે તમામ શહેરી વિસ્તારોમાં 60 કલાકનું લોકડાઉન રહેશે. આ લોકડાઉન શુક્રવાર સાંજના 6 વાગ્યાથી શરૂ થઈને સોમવારે સવારે 6 કલાકે ખતમ થશે. સીએમ શિવરાજ સિંહે ભોપાલમાં થયેલી બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લીધો હતો. પ્રદેશમાં તમામ શહેરોમાં શનિવાર અને રવિવારે બે દિવસનું લોકડાઉન રહેશે.
સમગ્ર મધ્ય પ્રદેશમાં શુક્રવાર સાંજના 6 વાગ્યાથી લોકડાઉન શરૂ થઈ જશે. શનિવાર, રવિવારથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. સીએમ શિવરાજે કહ્યુ હતું કે, મોટા ભાગના વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લાવી રહ્યા છીએ. તેને પણ બંધ કરવામાં આવશે. મારી ઈચ્છા તો ક્યારેય લોકડાઉન લગાવાની છે જ નહીં.
મધ્ય પ્રદેશમાં લોકડાઉન
મધ્ય પ્રદેશના શિવપુરીમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશમાં 24 કલાકમાં રેકોર્ડ 4043 નવા કેસ આવ્યા છે. જ્યારે 13 લોકોના મોત પણ થયા છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં હાલત બેકાબૂ છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં એક્ટિવ કેસીસમાં 7 ટકાનો વધારો થયો છે. મધ્ય પ્રદેશ સરકારે છત્તીસગઢમાં આવતી જતી બસો પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.
દેશમાં કોરોનાનો અજગર ભરડો
દેશ કોરોનાની બીજી લહેરના અજગર ભરડામાં સપડાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૨૦ લાખ નવા કેસ સામે આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં એક દિવસમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૮ કરોડને પાર થઈ ગયા છે. દેશમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત એક દિવસમાં કોરોનાના કેસ એક લાખથી વધુ નોંધાયા છે. કોરોનાના કેરને પગલે છત્તિસગઢના રાયપુરમાં ૧૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું છે તો દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોરોના પર કાબૂ મેળવવા લૉકડાઉન, નાઈટ કરફ્યૂ, વીકએન્ડ લૉકડાઉન જેવા આકરા પ્રતિબંધો મૂક્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિ મુદ્દે વડાપ્રધાન મોદી ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31