GSTV
Gujarat Government Advertisement

આખરે વિવાદનો અંત: ભક્તો વગર જ યોજાશે ભવનાથનો પવિત્ર મેળો, સાધુઓ થયા સહમત

Last Updated on March 6, 2021 by

શિવરાત્રિના મેળા લઈને છેલ્લા બે દિવસથી ચાલતા વિવાદનો આજે અંત આવ્યો છે. ભવનાથ મંદિર ખાતે આજે અખાડા મંડળના સભ્યો મહામંડલેશ્વરો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે ભક્તો વગર જ મેળાનું આયોજન કરવામાં આવે.

ભવનાથ

ભવનાથ મંદિર ખાતે આજે અખાડા મંડળના સભ્યો મહામંડલેશ્વરો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના મહામારીને કારણે લોકોને એકઠા કરવાથી મુશ્કેલી વધી શકે છે. જેને કારણે બીજા શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ ન આપવા માટેની સરકારની સુચના મુજબ અને પરંપરા ન તૂટે તે માટે પરંપરાગત રીતે જ મેળો યોજાય તે મુજબની ચર્ચા કરવામાં આવી હતી.

ચર્ચા બાદ, સાધુ સંતો અને અખાડાના તમામ સાધુઓ સહમત થયા છે એટલે હવે જુનાગઢ ભવનાથનો શિવરાત્રી મેળો પરંપરાગત રીતે યોજાશે. જેમાં સાધુ સંતો અને અન્નક્ષેત્ર ઉતારા મંડળના અમુક સભ્યોને પ્રવેશ આપવામાં આવશે. બાકી બીજા શ્રદ્ધાળુઓ માટે મેળો બંધ રાખવાનું નક્કી થયું છે. જોકે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ આ નિર્ણયને વખોડયો છે અને શિવરાત્રી મેળો ભાવિકો માટે કરવાની માંગ યોગ્ય છે તેમ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33