Last Updated on March 21, 2021 by
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને લઇને અનેક મહાનગરોમાં કોર્પોરેશન દ્વારા અનેક નિર્ણયો તાત્કાલિક ધોરણે લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ ભાવનગરમાં મનપા દ્વારા પણ કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. કોરોનાના વધતા જતા કેસોને લઈને અગત્યના નિર્ણયો લેવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે ભાવનગર શહેર વિસ્તારમાં આવેલા સરકારી તેમજ ખાનગી સ્વિમિંગ પુલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના તમામ બાગ-બગીચાઓ અને પાર્ક બંધ કરવાનો નિર્ણય કરાયો છે જ્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવતી કાલથી તમામ સ્વિમિંગ પુલ બંધ કરવાનો આદેશ કરાયો છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યાં પ્રમાણે આવતી કાલ તારીખ 22 માર્ચથી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ સ્વિમિંગ પુલ જ્યાં સુધી બીજો આદેશ ન મળે ત્યાં સુધી સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યમાં આજે છેલ્લાં 24 કલાકમાં વધુ નવા કેસ 1500ને પાર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમ કે છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1580 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક પણ ક્રમશઃ વધવા લાગ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કુલ 7 લોકોના મોત થઇ ચૂક્યાં છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, ગાંધીનગર અને વડોદરામાં 1-1 દર્દીના મોત એમ કુલ 7 મોત આજે થયા છે. તો આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4450 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે. તેમજ છેલ્લાં 24 કલાકમાં 989 દર્દીઓ સાજા થયા છે જેની સાથે આજ દિન સુધીમાં કુલ 2 લાખ 75 હજાર 238 લોકો કોરોનામુક્ત બન્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ36,45,355 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
રાજ્યમાં કુલ કુલ 7 હજાર 321 એક્ટિવ કેસ
રાજયમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 7 હજાર 321 એક્ટિવ કેસ છે. જ્યારે 71 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. છેલ્લાં 24 એકલા સુરતમાં 510 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 451 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 130 કેસ જ્યારે વડોદરામાં 132 કેસ નોંધાયા છે. આ સમગ્ર રાજ્યના મહાનગરોની સાથે-સાથે હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31