Last Updated on March 10, 2021 by
ભાવનગર મહાપાલિકાને નવા મેયર મળવાના છે.. ત્યારે 52માંથી 44 સીટ જીતનારા ભાજપમા મેયર તેમજ વિવિધ કમિટીના ચેરમેનને લઈને અલગ અલગ નામોની ચર્ચાઓ શરૂ થઈ છે.. ભાવનગર માં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત છે..અને ૨૩ જેટલી મહિલાઓ ચૂંટાઈને આવેલી છે તેમાં ગત ટર્મમાં સૌથી લાયક અને શિક્ષીત મહિલા ઉમેદવાર તરીકે કીર્તિબેન દાનીધારીયા કે જેઓ એડવોકેટ નોટરી છે તેમનું નામ સૌથી આગળ નામ છે, જ્યારે વર્ષબા પરમાર કે જેઓ ગઈ ટર્મમાં કપાયા હતા..તેઓ સંગઠન માં સારી કામગીરી કરતા હોય તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણીનો હાથ ઉચો રહે તો આ બંને માંથી એક આવી શકે છે.
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણીનો હાથ ઉચો રહે તો આ બંને માંથી એક આવી શકે
જ્યારે ગતટર્મ ના યોગીતાબેન પણ બિન વિવાદસ્પદ રહ્યા છે અને ગત ટર્મ માં તેમને કોઈ હોદ્દો મળ્યો ના હતો ત્યારે તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે, પૂર્વના ધારસભ્ય વિભાવરીબેન દવેનો હાથ ઉચો રહે તો તેઓ મેયર બની શકે છે.શહેર સંગઠનમાં વર્ષોથી અદના કાર્યકર તરીકે કામ કરતા જીતું વાઘાણી ના નજીક ભાવેશ બારૈયાના પત્ની ભાવના બેન દવે પણ રેસમાં ચાલી રહ્યા છે.જ્યારે પ્રથમ વખત ચૂંટાઈને આવેલા મોનાબેન પારેખ જાહેર જીવનનો જાજો અનુભવ ધરાવતા ના હોય પરંતુ તેઓ વણિક સમાજ માંથી આવતા હોય ત્યારે વણિક સમાજને રાજી રાખવા તેમજ તેઓ સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન ના નજીક હોય તેમનું નામ અણધાર્યું આવી શકે છે.
વણિક સમાજને રાજી રાખવા તેમજ તેઓ સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન ના નજીક હોય તેમનું નામ અણધાર્યું આવી શકે
જ્યારે ભાવનગર ચેરમેન માટે સમીકરણો જોઈએ તો આ વખતે આ વખતે સંગઠનને મૌજાવતો અઘરો પ્રશ્ન બની રહશે, ભાવનગરમાં શહેર સંગઠનમાં તારામારા ને બદલે સારા ની વાતો ચાલી રહી છે ત્યારે ચેરમેન પડે વધુ એક વખત ક્ષત્રિય ઉમેદવાર યુવરાજસિંહ અને પંકજસિંહ ની વરણી થઈ ચુકે છે અને બન્ને પૂર્વ ચેરમને છે. જ્યારે રાજુભાઈ રાબડીયા કે જેઓ મનસુખભાઈ માંડવીયાના સબંધી હોવાના કારણે અણધાર્યું નામ આવી શકે છે.જેઓ ગતટર્મ માં આરોગ્ય ચેરમેન તરીકે કોરોના કાળમાં તેમની કામગીરીની સારી નોંધ લેવાઈ હતી.
કિર્તી દાનધારિયા, વર્ષાબા પરમાર, યોગીતા બેન અને ભાવના દવે પમ મેયર પદની રેસમાં છે.
આમ આ બધા નામોમાં જો ને તો એટલા માટે ગણી શકાય કે વર્ષોથી ભાવનગરમાં પૂર્વ અને પશ્ચિમના બંને ધારાસભ્યોમાં એકબીજાના આપેલા નામો કાપવાની હોડ માં કાયમ રહેતા હોય છે ત્યારે આ વખતે મેયર ચેરમેન ના હોદ્દામાં સાંસદ ભારતીબેન નો વધુ એક વખત હાથ ઉચો રહે તેવી શક્યતાઓ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31