Last Updated on February 24, 2021 by
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરતાની સાથે જ કોંગ્રેસને આંતરિક વિખવાદ અને અસંતોષનો સામનો કરવો પડયો હતો. જેની અસર ચૂંટણી પરિણામો પર જોવા મળી છે. કોંગ્રેસ માટે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘હમે તો અપનોને લૂંટા ગેરો મેં કહા દમ થા, મેરી કસ્તીથી ડૂબી વહાં જહાં પાની કમ થા…’ જેવી સ્થિતિ સામે આવી હતી. અંદરો-અંદરની ટાંટિયા ખેંચ અને નારાજ કાર્યકરોના કારણે મત તૂટવાથી કોંગ્રેસને અણધારી રીતે ૧૦ સીટનું નુકશાન વેઠવું પડયું હતું.
અસંતોષને કારણે મત તૂટયાં, કોંગ્રેસે 10 સીટ ગુમાવી
સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓને લઈ તક ન ઝડપી શકતા કોંગ્રેસના શહેર મહિલા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડયો, ક.પરા, કુંભારવાડા, વડવા-બ, ચિત્રા-ફુલસર અને તખ્તેશ્વર વોર્ડમાં બેઠકનું ધોવાણ
મ્યુનિ.ની ચૂંટણીમાં મતદારોની નિરસતાએ રાજકીય પક્ષોની ઉંઘ ઉડાડી હતી. ભાજપને ગત ટર્મની તુલનામાં ગાબડા પડવાનો ડર હતો. જેનું એક કારણ સ્થાનિક કક્ષાએ રોડના કામોમાં થતો ભ્રષ્ટાચાર, પ્રજાના જ પૈસાથી ઉભી કરાયેલી નવી સુવિધાના નામે ખિસ્સા ખંખેરવાની નીતિ, શહેરમાં ઢોરનો ત્રાસ, દાયકાઓ જૂના વાયદાઓ ઠેરના ઠેર, માસ્કના નામે સામાન્ય જનતા પાસેથી હજારો રૂપિયાનો દંડ ઉઘરાવવો તેમજ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલના આકાશે આંબતા ભાવ અને મોંઘવારીથી પ્રજા ત્રાસી ગઈ છે. આ સિવાયના અન્ય પ્રશ્નો-સમસ્યાઓ પણ કોંગ્રેસ માટે સ્થાનિક ચૂંટણીમાં સત્તા મેળવવાની સોનેરી તક લઈને આવી હતી. પરંતુ આ મુદ્દાઓ ઉઠાવી મતદારોના મગજ સુધી પહોંચાડવામાં કોંગ્રેસ પક્ષ નિષ્ફળ રહ્યો હતો. મતદાન સુધી મતદારોને રિઝવવાના બદલે પોતાના અસંતોષ કાર્યકરોને મનાવવામાં જ સમય કાઢતા તેનું પરિણામ કોંગ્રેસને ૧૦ સીટ ગુમાવીને ભોગવવું પડયું છે.
કોંગ્રેસને અગાઉથી જ જીત નિશ્ચિત મનાતી બેઠકો ગુમાવવાનો વખત આવ્યો
ભાજપે નો રિપિટ થિયરી અપનાવી જોખમ લીધું હતું. આ જોખમ ભાજપ માટે ફાયદારૂપ બન્યું તો કોંગ્રેસને અગાઉથી જ જીત નિશ્ચિત મનાતી બેઠકો ગુમાવવાનો વખત આવ્યો છે. શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ પારૂલબેન ત્રિવેદી, રહિમભાઈ કુરેશી, ઈકબાલ આરબ, ગવુબેન ચૌહાણ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને હારનો સ્વાદ ચાંખવો પડયો છે. કુંભારવાડા વોર્ડની એક સીટ તો ફોર્મ ભરવામાં ખામીને કારણે કોંગ્રેસને ગુમાવવી પડી હતી. તેવામાં કરચલિયા પરા વોર્ડમાં પણ ગત ટર્મની ત્રણ બેઠકનું નુકશાન સહન કરવું પડયું છે. ક.પરા, કુંભારવાડા ઉપરાંત વડવા-બ, ચિત્રા-ફુલસર અને તખ્તેશ્વર વોર્ડ મળી કુલ ૧૦ સીટનું ધોવાણ થયું હતું.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31