GSTV
Gujarat Government Advertisement

ભરૂચની GIDC કંપનીમાં થયેલા બ્લાસ્ટને બીટીપીના MLA છોટુ વસાવાએ ગણાવ્યું ષડયંત્ર

Last Updated on February 25, 2021 by

ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી યુપીએલ કંપનીમાં થોડા દિવસ પહેલા થયેલા વિસ્ફોટને બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ ષડયંત્ર ગણાવ્યું છે તેમજ વિસ્ફોટમાં લાપતા બનેલા સાત યુવકો ક્યાં ગયા તે અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. બોઈલર બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં 23 જેટલા કામદાર યુવકો દાઝી ગયા હતાં તેમજ ઘાયલ પણ થયા હતાં. જેમાંથી આશ્વર્યજનક રીતે સાત કામદારો લાપતા બની ગયા. ત્યારે કંપનીના સંચાલકો પાસે આ અંગે કોઈ જ જવાબ નથી. એવો આક્ષેપ છોટુ વસાવાએ લગાવ્યો છે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં રોજગારીને નામે જોખમી કેમિકલ ફેક્ટરીઓને સ્થાપવામાં આવી છે. જે સ્થાનિક આદિવાસીઓ ઉપર ખતરારૂપ છે. તેવી પણ ચિંતા તેઓએ વ્યક્ત કરી હતી.

મંગળવારના રોજ મોડી રાત્રે કેમિકલ ફેક્ટરી કંપની યુપીએલમાં બ્લાસ્ટ થયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં મંગળવારની મધ્યરાત્રીએ મોટો અકસ્માત સર્જાયો હતો. ઝઘડીયા સ્થિત કેમિકલ ફેક્ટરી કંપની યુપીએલ-5ના પ્લાન્ટમાં મોટો ધડાકો થયો હતો. આ ધમાકાની ઝપેટમાં 24થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા હતાં કે જેઓને ભરૂચ અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં. જો કે આ દુર્ઘટનામાં કેટલાંક કામદારોના મોત નિપજ્યાં હતાં પરંતુ કેટલાંક હજી પણ લાપતા હોવા અંગે બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં. તમને જણાવી દઇએ કે, આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના ઘરોના કાચ પણ તૂટી ગયા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. જો કે આ ઘટનાની જાણ થતા જ તુરંત આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બાદમાં આગ પર કાબુ મેળવાયો હતો.

ગત વર્ષે જૂનમાં જ ભરૂચની એક કેમિકલ ફેકટરીમાં થયો હતો બ્લાસ્ટ

ગત વર્ષે જૂનમાં જ ભરૂચની એક કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સ્ટોરેદ ટેંકમાં થયો હતો. પટેલ ગ્રુપની આ કંપનીમાં બ્લાસ્ટના કારણે 10 લોકોના મોત થયા હતા. તેમાં 6ના શબ તો બ્લાસ્ટવાળી જગ્યા પર જ મળ્યા હતા. જયારે 4ના સારવાર દરમ્યાન મોત થયા હતા. કુલ 77 લોકો ઘાયલ થયા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33