GSTV
Gujarat Government Advertisement

ALERT/ એન્ડ્રોઇડ યુઝર્સ પર ફરી માલવેરનો ખતરો! સાચવીને કરો સિસ્ટમ અપડેટ, હેક થઇ શકે છે તમારો ફોન

એન્ડ્રોઇડ

Last Updated on April 1, 2021 by

એન્ડ્રોઇડ યુઝર્સ માટે વધુ એક વાર મેલવેર એટેકનો ખતરો વધી ગયો છે. આ વખતે ફેક સિસ્ટમ અપડેટ દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સને ફસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એન્ડ્રોઇડ યુઝર્સ અપડેટ સમજીને મેલવેરને પોતાની ડિવાઇસમાં ડાઉનલોડ કરી દે છે.

બાદમાં આ મેલવેરને યુઝર્સનો અનેક ડેટાનો એક્સેસ મળી જાય છે. આ ડેટામાં Whatsapp અને Telegramના કન્ટેન્ટ હેક થઇ શકે છે. આ ઉપરાંત તમારા બ્રાઉસરના બુકમાર્ક, ગેલેરીમાં રહેલ ફોટા વગેરેનો એક્સેસ પણ મેલવેર સુધી પહોંચી જાય છે.

આ રીતે થઇ જાય છે મેલવેર ઇન્સ્ટોલ

ANDROID

સિક્યોરિટી રિસર્ચ ફર્મ Zimperium અનુસાર Android યુઝર્સને આ મેલવેરને ઇન્સ્ટોલ કરવા માટે સિસ્ટમ નોટિફિકેશન મળે છે. આ સિસ્ટમ નોટિફિકેશન ઓરિજનલ નોટિફિકેશનથી ઘણુ મેળ ખાય છે. આ જ કારણે યુઝર્સ છેતરાઇ જાય છે. તેને ઇન્સ્ટોલ કરતા જ યુઝરની ડિવાઇસમાં મેલવેર ઇન્સ્ટોલ થઇ જાય છે.

મેલવેરના કારણે કેટલા ડિવાઇસ અફેક્ટ થયા

આ મેલવેરને ઘણો એડવાન્સ બનાવવામાં આવ્યો છે. આ જ કારણે તમારી ડિવાઇસમાં કોઇ જાણકારી આવતા જ તે રિયલ ટાઇમમાં ડિવાઇસમાંથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી પોતાના મૉધરશિપને સેંડ કરી દે છે. આ ડિવાઇસ પર ઇન્સ્ટોલ હોય છે પરંતુ ડિવાઇસની તમામ ઇન્ફોર્મેશન કમાંડ સેન્ટરમાં મોકલતુ રહે છે. આ જ કારણે હેકર્સને યુઝર્સનો અપડેટેડ ડેટા હંમેશા મળતો રહે છે. આ મેલવેરના કારણે હજુ સુધી કેટલા ડિવાઇસ અફેક્ટ થયા છે તેની જાણકારી સામે નથી આવી.

જેવું કે મોટાભાગે થાય છે કે આ સિસ્ટમ અપડેટ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી. તેને પણ ઇન્સ્ટોલ કરવા માટે યુઝરને તેના પર મેન્યુઅલી ક્લિક કરવાનું હોય છે. ટેકમાં ઓછી જાણકારી ધરાવતા લોકો તેને સરળતાથી પકડી નથી શકતાં. જ્યારે આ વિષય પર જાણકારી ધરાવનારા લોકો તેને ઓળખીને સતર્ક થઇ શકે છે. એન્ડ્રોઇડ સિસ્ટમ ડિફોલ્ટથી અનનોન એપનું ઇન્સ્ટોલેશન ઑફ હોય છે. જો તમે તેને ઑન નથી કર્યો તે આ મેલવેર તમારી ડિવાઇસમાં ઇન્સ્ટોલ નહીં થઇ શકે.

આ વાતનું રાખો ખાસ ધ્યાન

યુઝર્સને અમારી સલાહ છે કે એપ અપડેટ હંમેશા ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો. સિસ્ટમ અપડેટને બારીકાઇથી જોયા બાદ જ તેને ઇન્સ્ટોલ કરો. જો કોઇ થર્ડ પાર્ટી એપ કોઇ એપને ઇન્સ્ટોલ કરવાની પરમિશન માંગી રહી છે કે તેને બિલકુલ પરમિશન ન આપો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33