Last Updated on April 3, 2021 by
મોબાઈલ ફોન આજકાલ લોકોના જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. રાત્રે સૂતા સમયે ઘણા લોકોને મોબાઈલ ફોનને પોતાના માથા પાસે રાખીને સૂવાની ટેવ હોય છે. જો તમે પણ આવું કરો છો તો તુરંત સાવધાન થઈ જાઓ. કારણ કે આ એક ખતરાની નિશાની છે અને આમ કરવાથી તમારે ચેતી જવું જોઈએ. કારણ કે તમારો સ્માર્ટફોન તમને ગંભીર બીમારીઓ આપી રહ્યો છો.
બ્રિટનની એક્ઝિટર યુનિવર્સિટીની એક રિસર્ચમાં આ વાત જાણવા મળી છે કે સ્માર્ટફોનમાંથી નીકળતા વિકિરણોથી કેન્સર અને નપુંસકતાનો ખતરો વધારે છે. આંતરરાષ્ટ્રીય કેનસ્ર રિસર્ચ એજન્સીએ સ્માર્ટફોનમાંથી નીકળતા ઇલેક્ટ્રો મેગ્નેટિક વિકિરણોને કાર્સિનોજન એટલે કે કેન્સરકારી તત્વોની શ્રેણીમાં મુક્યા છે.
ICRA ચેતવણી આપી છે કે સ્માર્ટ ફોનના વધારે ઉપયોગથી કાન અને મગજની ગાંઠો ફૂલી જાય છે અને સમય જોતાં તે કેન્સરનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. વર્ષ 2014માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ સ્માર્ટ ફોનથી નીકળતાં ઈલેક્ટ્રો-મેગ્નેટિક રેડિયેશન સીધા નપુંસકતા સાથે સંબંધ ધરાવે છે.
અંધારામાં મોબાઈલનો ઉપયોગ કરવાથી થતાં નુકસાન
- થાક : રાત્રે મોડે સુધી મોબાઇલના ઉપયોગથી ઊંઘ પૂરી થતી નથી, જેને લીધે દિવસભર થાક વર્તાય છે અને તેની અસર બીજા દિવસે તમને જોવા મળે છે.
- મગજ પર અસર: બ્રેનટ્યુમરનું જોખમ રહે છે અને તેનાથી યાદશક્તિ પણ નબળી પડવાની પણ સંભાવના છે.
- સ્ટ્રેસમાં વધારો : મોડીરાત સુધી મોબાઇલના ઉપયોગથી મેલાટોનિન હોર્મોનનું સ્તર ઘટે છે, જેથી સ્ટ્રેસમાં વધારો થાય છે.
- આંખોના તેજમાં ઊણપ : રાત્રે સૂતા પહેલાં મોબાઇલનો ઉપયોગ કરવાથી આંખોના રેટિના પર ખરાબ અસર પડે છે.
- આંખોમાં રતાશ: રાત્રે મોડે સુધી મોબાઇલ કે ટેબ્લેટનો ઉપયોગ કરવાથી આંખમાં રતાશની સમસ્યા થઈ શકે છે.
- અપૂરતી ઊંઘ: રાત્રે સૂતા પહેલાં મોબાઇલનો ઉપયોગ કરવાથી શરીરમાં મેલાટોનિન હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે. તેનાથી ઊંઘ મોડી આવવાની સમસ્યા થાય છે.
શોધકર્તાએ ચેતવણી આપી છે કે પેન્ટના ખિસ્સામાં સ્માર્ટ ફોન રાખવાથી શુક્રાણુઓનું ઉત્પાદન ઘટે છે. એ ઉપરાંત અંડાણુઓને ફળદ્રુપ કરવાની ગતિ પણ ધીમી પડી જાય છે. જો તમે ફોન તકિયા નીચે રાખી સુવો છો તો એ આદત છોડી દેવી જોઈએ. એવું કરવાથી તમારો સ્માર્ટ ફોન ફાટી શકે છે.
સાથે જ વર્ષ 2017માં ઇઝરાયલની હાઇફા યુનિવર્સિટીના અભ્યાસમાં કહેવામાં આવ્યું કે સૂવા જાઓ છે એના અડધા કલાક પહેલા સ્ક્રીનનો ઉપયોગ બંધ કરી દેવો જોઇએ. રિસર્ચર્સે કહ્યું કે સ્માર્ટફોન, કોમ્પ્યુટર તથા ટીવીની સ્ક્રીનથી નીકળતી બ્લૂ રોશની ‘સ્લીપ હોર્મોન’ મેલાટોનિનના ઉત્પાદનને બાધિત કરે છે. તેનાથી લોકોને સૂવામાં સમસ્યા થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31