Last Updated on March 4, 2021 by
ભારતમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ મામલે બેંગલુરુ ટોપ પર છે. જે પછી પુણે અને અમદાવાદનો નંબર આવે છે. જ્યારે બરેલી, ધનબાદ અને શ્રીનગર જેવા શહેરો સૌથી નીચે છે. શહેરી વિકાસ મંત્રાલય તરફથી ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2020માં આ વાત જણાવવામાં આવી. 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરમાં શિમલા પ્રથમ ક્રમે છે જ્યારે બિહારનું મુજફ્ફરપુર છેલ્લા ક્રમે છે. વડાપ્રધાન મોદીએ પોતાના કાર્યકાળમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે જ ઈઝ ઓફ લિવિંગ પર પણ ભાર આપ્યું છે. આ યાદીમાં 111 શહેરોનો રેન્ક જાહેર કરવામા આવ્યો છે. પ્રથમવાર આ ઈન્કેક્સ 2018 બહાર પાડવામાં આવ્યું હતું.
10 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરો
શહેર | સ્કોર |
બેંગલુરુ | 66.70 |
પુણે | 66.27 |
અમદાવાદ | 64.87 |
ચેન્નાઈ | 62.61 |
સુરત | 61.73 |
નવી મુંબઈ | 61.60 |
કોઈમ્બતુર | 59.72 |
વડોદરા | 59.24 |
ઇન્દોર | 58.58 |
ગ્રેટર મુંબઇ | 58.23 |
ગુજરાતના આ શહેરોનો થયો સમાવેશ
ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં ગુજરાતના અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે. શહેરની આર્થિક ક્ષમતાના આધાર પર બેંગલુરુ, દિલ્હી, પુણે, અમદાવાદ અને થાણે દેશના ટોપ-5 શહેર છે. જ્યારે દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા, અમદાવાદ છઠ્ઠા અને વડોદરા 10મા સ્થાને છે.
10 લાખ કરતા ઓછી વસ્તી ધરાવતા શહેરો
શહેર | સ્કોર |
સિમલા | 60.90 |
ભુવનેશ્વર | 59.85 |
સિલ્વાસા | 58.43 |
કાકીનાદા | 56.84 |
સાલેમ | 56.40 |
વેલોર | 56.38 |
ગાંધીનગર | 56.25 |
ગુરુગ્રામ | 56.00 |
દવાંગેરે | 55.25 |
તિરુચિરાપલ્લી | 55.24 |
ગવર્નેન્સ, આઈડેન્ટિટી એન્ડ કલ્ચર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, આર્થિક સ્થિતિ, અફોર્ડેબલ હાઉસિંગ, જમીન પ્લાનિંગ, પબ્લિક ઓપન સ્પેસ, ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી જેવા 15 માપદંડોના આધાર પર ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ રેન્કિંગ બહાર પાડવામા આવે છે. શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે,‘ભારતનો આર્થિક ગ્રોથ તેના શહેરોના વિકાસથી પણ જોવા મળે છે.
આગામી 30 વર્ષમાં અડધો અડધ વસ્તી શહેરોમાં હશે
ભારત હાલ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. ભારતમાં જે ઝડપે શહેરીકરણ થઈ રહ્યું છે તે જોતા આગામી 30 વર્ષમાં ભારતની 50 ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે.’ મંત્રાલયે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સની સાથે મ્યૂનિસપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2020નો ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો છે. જેમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ઈન્દોર સૌથી આગળ છે અને તે પછી સુરત અને ભોપાલનો નંબર આવે છે. જ્યારે 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં અહીં નવી દિલ્હી મ્યુનિ. ટોપ પર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
