GSTV
Gujarat Government Advertisement

કોલકાતા: સ્ટ્રૈંડ રોડ સ્થિત બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડના જવાનો સહિત નવ ના નિપજ્યાં કરૂણ મોત!

Last Updated on March 9, 2021 by

દેશના પશ્ચિમ બંગાલમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના સ્ટ્રૈંડ રોડ પર એક બહુમાળી ઈમારતમાં 17માં માળે લાગેલી ભીષણ આગમાં કુલ મૃત્યુઆંક નવ થયો છે.. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવી લીધો છે. આ આ આગમાં મૃત્યુ પામનારાઓમાં ચાર ફાયર ફાઈટર હતા. સ્ટ્રીટ પોલીસ સ્ટેશનના એક આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર પણ છે..આ સિવાય બે આરપીએફના જવાન છે.

સ્ટ્રીટ પોલીસ સ્ટેશનના એક આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરનું નિપજ્યું મોત

જે બિલ્ડિંગમાં આગ લાગી તે રેલવે વિભાગની હોવાનું મનાય છે. પૂર્વ રેલવેના પ્રવક્તા કમલ દેવ દાસે કહ્યુકે ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગમાં આગ લાગી..આ બિલ્ડિંગમાં પૂર્વ રેલવે અને દક્ષિણ રેલવેનું કાર્યલાય છે. અને બિલ્ડિંગના ભોંયરામાં કોમ્પ્યુટરાઈજ ટિકિટ બુકિંગ કેન્દ્ર છે.

બે આરપીએફના જવાનોના નિપજ્યા મોત

કોલકતાના સ્ટ્રેન્ડ રોડ પર એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે સાત લોકોના મોત થઇ ગયા હતા ઘટના બનતાની સાથે જ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ઘટના સ્થળે પહોંચ્યા હતા તો ભીષણ આગને કાબૂ કરવા માટે ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે વધુ બે લોકોના મોત નિપજવાથી આંકડો 9 પર પહોંચ્યો હતો. મોડી રાત્રે આગની ઘટના બાદ રસ્તા પરના સમગ્ર ટ્રાફિકને બંધ કરી દેવાયો હતો. મોડી રાત્રે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

ત્યાર પછી મમતા બેનર્જી SSKM હોસ્પિટલ પોહોચી, જ્યાં ખરાબ હાલતમાં જે શવ છે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું. સરકારે એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે જે ફાયર ફાઈટરની ઘટનામાં મોત થઇ છે, એમની ઓળખ ગિરીશ ડે, ગૌરવ બેઝ, અનિરુદ્ધ જન અને બિરાજ પુકાર્યતના રૂપમાં થઇ છે.

મમતા બેનર્જીના આરોપો બાદ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે ટ્વિટ કરીને જવાબ આપ્યો કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સમયે રેલ્વે દ્વારા રાજય સરકારને દરેક સંભવ મદદ કરાવામાં આવી છે. આગની આ ઘટનાના કારણોને જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં રેલ્વે વિભાગના ચારેય મુખ્ય પ્રધાન સામેલ છે.

મમતા બેનર્જીના આરોપો બાદ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે ટ્વિટ કરીને જવાબ આપ્યો

રેલવે પ્રધાન પિયુષ ગોયલે આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું, ‘4 ફાયરમેન, 2 રેલ્વેમેન અને એક એએસઆઈ સહિત 9 બહાદુર લોકોના પરિવારો પ્રત્યે દિલની સંવેદના છે. GM સહિત રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે છે અને રાહત અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે તમામ લોકોની સુરક્ષા માટે શક્ય તેટલું કરી રહ્યા છીએ. “

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33